કપિલ પટેલ દ્વારા અરવલ્લી
હોલિકા દહન નું ખુબજ મહત્વ છે ત્યારે અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકા માં વિવિધ જગ્યાએ હોલિકા દહન નો તહેવાર ઉજવાયો હતો. વિવિધ જગ્યાએ હોળી પ્રગટાવ્યા બાદ હોલિકા દહન નો તહેવાર ઉજવાયો હતો જેમાં લોકો એ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી દર્શન નો લાભ લીધો હતો.ધનસુરા તાલુકા માં વિવિધ જગ્યાએ આસ્થા સાથે હોલિકા દહન નો તહેવાર ઉત્સાહ ભેર ઊજવાયો હતો. વિવિધ જગ્યાએ સૌ પ્રથમ લાકડા, છાણાં જેવી વસ્તુઓ થી હોળી બનાવવામાં આવી હતી ત્યાર બાદ હોળીનું પૂજન કરવામાં આવ્યું હતું ત્યાર બાદ લોકો એ હોળી ની આસપાસ પ્રદક્ષિણા કરી હતી સાથે શ્રીફળ,ચોખા જેવી પવિત્ર વસ્તુઓથી પુજન કરાયું હતું. સાથે લોકો એ હોલિકા દહન થયા બાદ નાળિયેળ, ખજૂર, ધાણી, દાળિયા અને પાણી લઈ પ્રદક્ષિણા કરી હતી હોલિકા દહન પૂજા વિધિ કરવાથી અક્ષય પુણ્યની પ્રપ્તિ થાય છે અને ઘરમાં સુખશાંતિ ની સાથે ધનધાન્ય ની પણ કમી નથી રહેતી. ધનસુરા પરબડી ખાતે પણ લોકો એ ઉત્સાહ પૂર્વક હોલિકા દહન નો તહેવાર ઉજવ્યો હતો.