આગ લાગે તો શું કરવું તેના ડેમોસ્ટ્રેશન આપવામાં આવ્યા હતા
કપિલ પટેલ દ્વારા અરવલ્લી
ધનસુરા નવોદય વિદ્યાલય ખાતે મોકડ્રીલ નું આયોજન કરવામાં આવ્યું હતું.જવાહર નવોદય વિદ્યાલય ધનસુરા ખાતે એક મોકડ્રીલ નું આયોજન કરવામાં આવેલ જેમાં આગ લાગે ત્યારે શું કરવું ભૂકંપ આવે ત્યારે શું કરવું તેનું ડેમોસ્ટ્રેશન આપવામાં આવ્યું હતું.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ ઓફિસર શ્રી જીગર મકવાણા ડીસ્ટ્રીક ફાયર ઓફિસ તરફથી શ્રી નિકુંજ પટેલ અને ઈરફાન પટેલ હાજર રહ્યા હતા જેમણે બાળકોને સરસ રીતે માર્ગદર્શન આપીને કોઈપણ પ્રકારનો ડિઝાસ્ટર થાય આગ લાગે ભૂકંપ થાય ત્યારે શું કરવું તેનું માર્ગદર્શન આપ્યું હતું આ કાર્યક્રમમાં શાળાના એન.સી.સીના વિદ્યાર્થી સ્કાઉટ ના વિદ્યાર્થી અને બધા જ બાળકોએ માર્ગદર્શન લીધું હતું આ કાર્યક્રમમાં શાળા તરફથી આચાર્ય પ્રવીણ ક્રિષ્નન જાની સાહેબ પૃથ્વીરાજ મીણા અંજલી મેડમ અને અનુ હુડા મેડમ હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવવા મહેનત કરી હતી બાળકોએ પણ ફાયર ફાઈટર દ્વારા આગ કેમ બંધ કરવી એ નું ડેમોસ્ટ્રેશન કર્યું હતું