તારીખ ૨૫ થી ૨૭ સુધી ભવ્ય રીતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો
કપિલ પટેલ દ્વારા અરવલ્લી
અરવલ્લી જિલ્લાના ધનસુરા ના નવી શિણોલ ગામે શ્રી રામજી મંદિર નું ભવ્ય નિર્માણ કરવામાં આવ્યું છે નવી શિણોલ ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો.નવી શિણોલ ગામે શ્રીરામ પરિવાર તથા કુળદેવી મા અર્બુદા, શ્રી રાધાકૃષ્ણ, શ્રી કષ્ટભંજન હનુમાનજી મહારાજ અને અરવલ્લી જિલ્લામાં સૌ પ્રથમ સ્ફટિક શિવલિંગ શ્રી રામેશ્વર મહાદેવના નૂતન મંદિરની પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ તથા નવ કુંડાત્મક મહાવિષ્ણુયાગ યોજાયો હતો. જેમાં ૨૫-૫-૨૦૨૨ તારીખ થી ૨૭-૫-૨૦૨૨ તારીખ સુધી વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.પ્રથમ દિવસે પ્રારંભ, અગ્નિ સ્થાપન, મહાવિષ્ણુયાગ, આરતી રાત્રે ડાયરો યોજાયો હતો પ્રથમ દિવસે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ બાઘાભાઈ (તન્મય વેકરીયા) ઉપસ્થિત રહ્યા હતા.તો બીજા દિવસે શોભા યાત્રા, મહા વિષ્ણુયાગ, જલાધિવાસ, આરતી, અને રાત્રે રાસ ગરબા યોજાયા હતા જેમાં પ્રસિદ્ધ ગાયક કલાકાર પાર્થ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા.ત્રીજા દિવસે પ્રાતઃ પુજન,ધ્વજા આરોહણ, શિખર સ્થાપના, મહા વિષ્ણુયાગ, પ્રાણ પ્રતિષ્ઠા, યજ્ઞ પૂર્ણાહુતિ, મહા આરતી, મહા પ્રસાદ અને સાંજે ધર્મસભા અને ભજન સંધ્યા જેવા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. ત્રણ દિવસ ના આ કાર્યક્રમ માં અનેક સંતો ઉપસ્થિત રહ્યા હતા સાથે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ માં દાતા શ્રીઓ, સહ યજમાન દાતા શ્રીઓ , પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ના પાટલાના યજમાન દાતા શ્રીઓ સહિત ગામ લોકો અને આજુબાજુ ના ગામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.આ ભવ્ય આયોજન સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ નવી શિણોલ અને ગ્રામજનો ધ્વારા કરવામાં આવ્યું હતું.