Breaking NewsLatest

ધનસુરા ની કેનપુરકંપા પ્રાથમિક શાળા ખાતે મોડેલ રોકેટરી કાર્યક્રમ યોજાયો

અરવલ્લી

વિક્રમ.એ.સારાભાઇ કમ્યૂનિટી સાયન્સ સેન્ટર અમદાવાદ ના તજજ્ઞોની ટીમ દ્વારા આ કાર્યક્રમ યોજાયો

વિક્રમ.એ.સારાભાઇ કમ્યૂનિટી સાયન્સ સેન્ટર અમદાવાદ ના તજજ્ઞોની ટીમ દ્વારા ધનસુરા તાલુકાની કેનપુરકંપા પ્રાથમિક શાળા ધનસુરા માં મોડેલ રોકેટરી કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ નો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં અવકાશ વિજ્ઞાન,મોડેલ રોકેટ,રોકેટ તથા રોકેટના ભાગો વિશે ની સમજૂતી અને જુદા જુદા ઉપગ્રહ તથા ઉપગ્રહની કક્ષકની વિષય ની માહિતી તથા ઉપગ્રહ પ્રસારણ ની સમજૂતી આપવામાં આવી હતી.તેમજ મોડેલ રોકેટ્રી પ્રવૃતિથી, રોકેટ બનાવવું, રોકેટઉડ્ડયનના અને ન્યુટનના – ગતિના સિદ્ધાંતો ની સમજ આપવામાં આવી હતી. જે દરમ્યાન આશરે 50 જેટલા વિદ્યાર્થી ઓ દ્વારા રોકેટ બનાવી તેને ઉડાડવામાં આવ્યા હતા.વિક્રમ.એ. સારાભાઇ કમ્યૂનિટી સાયન્સ સેન્ટર (VSCSC) છેલ્લા 50 વર્ષો થી વિજ્ઞાન અને ગણિત જેવા અઘરા લગતા વિષયો ની ઉત્કંઠા પોષવાનો તેમજ આ વિષયોના રમૂજી અને ગૂઢ તત્વોને વિદ્યાર્થી સમક્ષ ઊભો કરવાનો છે.આ કાર્યક્રમના અંતર્ગત કેનપુરકંપા પ્રાથમિક શાળા ને વિક્રમ.એ.સારાભાઇ કમ્યૂનિટી સાયન્સ સેન્ટર તથા દિગ્ગજ કંપની કોસ્ટવેઇન ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા મોડેલ રોકેટરી લોન્ચર ભેટ તરીકે આપવામાં આવ્યું હતું.જેથી તેનો ઉપયોગ કરી આવનાર સમય માં રોકેટ ઉડ્ડયનો કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીમાં અવકાશ વિજ્ઞાન,રોકેટ વિજ્ઞાન અને વિજ્ઞાન ટેક્નોલોજી ની સમજણ કેળવાય.આ કાર્યક્રમ વિક્રમ.એ. સારાભાઇ કમ્યૂનિટી સાયન્સ સેન્ટર અમદાવાદ કરી રહ્યું છે.દિગ્ગજ કંપની કોસ્ટવેઇનનો સહયોગ મળેલ છે. આ કાર્યક્રમ નું સંચાલન પ્રોગ્રામ ઓફિસર સાઇન્ટીસ્ટ Vipin Patel,Rubul Borah,Zeel Patel અને kenpurkampa school Coordinator Pankaj Solanki અને Nilesh Patel દ્વારા કરવામાં આવ્યું હતું.તેમજ શાળા નાં આચાર્ય શ્રી સુમનભાઈ પટેલ એ VSCSC ની ટીમ નું શાબ્દીક સ્વાગત કર્યુ હતું.તેમજ પારુલબેન પટેલ, ભાવનાબેન પટેલ ઉન્નતિબેન પંડયા એ પુષ્પ ગુચ્છ અને પેન આપી આવકાર્યા હતા અને આભાર વ્યક્ત કર્યો હતો વિદ્યાર્થીઓ માં પણ સ્વનિર્મિત રોકેટ બનાવવાનો એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો તેમજ વિજ્ઞાન વિશે નવિન માહિતી પ્રાપ્ત થતાં વિજ્ઞાન પ્રત્યે ની જિજ્ઞાસાવૃતિમાં પણ વધારો જોવા મળ્યો હતો.

 

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

લાખો રૂપિયા ના ખર્ચ કુંભારીયા નો નવીન બનેલો રોડ બેસી ગયો, ભ્રષ્ટ કોન્ટ્રાકટર ને બ્લેકલીસ્ટ કરવાની જરૂર?

હાલમા ગુજરાતમા વિકાસ જોરદાર ચાલી રહ્યો છે અને આખા ગુજરાતના ખૂણેખૂણે સુધી વિકાસના…

અંબાજી – “તલાવડી” ની જગ્યા પર વર્ષો પહેલા ઊભા કરાયેલ દબાણો દૂર કરવા માં નિષ્ફળ નીવડતી અંબાજી ગ્રામ પંચાયત……!!!

વર્ષ ૨૦૦૫ માં સોમાભાઈ ખોખરીયા ના સરપંચ પદ વખતે દબાણો દૂર કરવા નો ઠરાવ પસાર થવા…

સંરક્ષણ મંત્રાલયના ભૂતપૂર્વ સૈનિકો કલ્યાણ વિભાગના પુનર્વસન મહાનિર્દેશાલય દ્વારા રોજગાર મેળો યોજાયો

અમદાવાદ, સંજીવ રાજપૂત: સંરક્ષણ મંત્રાલયના ભૂતપૂર્વ સૈનિકો કલ્યાણ વિભાગના…

1 of 730

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *