Latest

ધનસુરા ની રમોસ પ્રાથમિક શાળા નું ઇનોવેશન રાજ્ય કક્ષાએ પ્રદર્શિત કરાયું

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

જી.સી.ઇ.આર.ટી. ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ઇડર ધ્વારા આયોજિત સાતમો રાજ્ય કક્ષાનો એજ્યુકેશનલ ઈનોવેશન ફેસ્ટીવલ ઇડર ખાતે યોજાયો હતો. જેમાં અરવલ્લી જિલ્લા માંથી પ્રથમ ક્રમે આવેલ રમોસ પ્રાથમિક શાળાના શિક્ષિકા પટેલ છાયાબેન રમેશભાઈ પોતાનો નવતર પ્રયોગ અંગ્રેજી શીખીએ ઝડપથી રજૂ કર્યો હતો. આ પ્રસંગે જિલ્લા શિક્ષણ અને તાલીમ પરિષદ સાબરકાંઠાના ડી.આઇ.સી ડો નિષાદ ઓઝા,કે.આર.પી કૌશલ વ્યાસ શિક્ષણ સચિવ શ્રી વિનોદભાઇ રાવ, ડાયેટ ના પ્રાચાર્ય શ્રી પોરાણીયા, એન. ડી.પટેલ ૩૩ જિલ્લાના ઇનોવેટીવ શિક્ષકો અને મુલાકાતી શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. રમોસ શાળા ના શિક્ષિકા ને અધિકારીઓ તથા શિક્ષક મિત્રોએ પ્રોત્સાહન પુરું પાડ્યું હતું.અને રાજ્ય કક્ષાએ ભાગ લેવા બદલ મોમેન્ટો અને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કર્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 542

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *