કપિલ પટેલ દ્વારા અરવલ્લી
શીકા ગ્રુપ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ સુરેશભાઈ પટેલનું ડેપ્યુટી સરપંચપદેથી રાજીનામું
અરવલ્લી જિલ્લાના ધનસુરા ની શીકા ગ્રુપ ગ્રામ પંચાયત નું બજેટ સતત બીજીવાર નામંજુર થયું હતું ત્યાર બાદ શીકા ગ્રુપ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ સુરેશભાઈ પટેલે ડેપ્યુટી સરપંચપદેથી રાજીનામું આપ્યું હતું.વર્ષ 2022-23 માટેનું બજેટ સતત બીજી વાર નામંજૂર થયું હતું ગ્રામ પંચાયતના ચાર સદસ્યો બજેટના પક્ષમાં રહ્યા હતા જ્યારે છ સભ્યોએ સંમતિ દર્શાવી ન હતી જેથી ગ્રામ પંચાયત નું બજેટ સતત બીજીવાર નામંજૂર થયું હતું. બજેટ માટે ખાંટ નીરૂબેન,પટેલ સુરેશભાઈ,પરમાર હરિસિંહ,તરાર ભુરીબેન એ સંમતિ દર્શાવી હતી જ્યારે પટેલ પરેશભાઈ, પ્રજાપતિ અંકિતાબેન,તરાર કાંતિભાઈ ,પરમાર કાશ્મીરાબેન,પટેલ સૂર્યાબેન અને ખાંટ રેખાબેને સંમતિ દર્શાવી ન હતી.