Breaking NewsLatest

ધર્મપ્રચાર ક્ષેત્રે વિશેષ યોગદાન માટે મુંબઈના ગુજરાતી પત્રકાર

જિતુ સોમપુરાને ‘રાષ્ટ્રીય પત્રકાર ભૂષણ એવૉર્ડ’

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

મુંબઈ: મુંબઈના વરિષ્ઠ ગુજરાતી પત્રકાર જિતુ સોમપુરાને ધર્મપ્રચાર ક્ષેત્રે વિશેષ યોગદાન માટે ‘રાષ્ટ્રીય પત્રકાર ભૂષણ એવૉર્ડ’ નાસિકના ‘દર્પણકાર બાલશાસ્ત્રી જાંભેકર પત્રકાર સંઘ’ આયોજિત ‘રાષ્ટ્રીય સેવા ગૌરવ એવૉર્ડ’ વિતરણ સમારોહમાં પ્રદાન કરવામાં આવ્યો. તાજેતરમાં નાસિક ખાતે આયોજિત સંઘના અધ્યક્ષ શ્રી મહેન્દ્ર દેશપાંડેના નેતૃત્વમાં યોજાયેલા આ સમારોહમાં વિવિધ ક્ષેત્રના પ્રતિભાવંતોને એવૉર્ડ અર્પણ કરવામાં આવ્યા. જિતુ સોમપુરાએ પ્રિન્ટ મિડિયામાં ‘જન્મભૂમિ’ દૈનિક અને ‘સુખ શાંતિ સમૃદ્ધિ’ હિંદી ઈ-પત્રિકા તથા ઈલેક્ટ્રોનિક મિડિયાની વિવિધ ધાર્મિક ચૅનલોમાં કામગીરી બજાવી છે. ધાર્મિક ચૅનલોના આરંભમાં મહત્ત્વપૂર્ણ યોગદાન દેનારાઓમાં એમનો સમાવેશ થાય છે. તેઓ પત્રકારત્વમાં છેલ્લાં 46 વર્ષથી કાર્યરત છે. વર્તમાનમાં તેઓ ‘સુખ શાંતિ સમૃદ્ધિ’ હિંદી ઈ-પત્રિકાના સંપાદક છે. તેઓ ગુજરાતનાં ભજનોના ઈતિહાસ અંગેના 50 કલાકના વિડિયો મૅગેઝિનના કાર્યકારી નિર્માતા અને દિગ્દર્શક છે. ‘પીસ ઑફ માઈન્ડ ચૅનલ’ માટે 450થી વધુ પ્રેરક એપિસોડ બનાવ્યા છે, જેમાં બ્રહ્માકુમારી બહેનોની મુલાકાત ઉપરાંત 200થી વધુ સાધુ-સંતોની મુલાકાતના અંશો પણ છે. એમણે ચાર ધાર્મિક પુસ્તક લખ્યાં છે.
જિતુ સોમપુરાએ ત્રણ ગુજરાતી ફિલ્મો અને ત્રણ ગુજરાતી ટીવીસિરિયલ લખી છે, જેમાંની એક ગુજરાતી ફિલ્મ માટે ગુજરાત સરકારનો શ્રેષ્ઠ પટકથા લેખકનો એવૉર્ડ મળ્યો છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

1 of 748

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *