કપિલ પટેલ દ્વારા અરવલ્લી
સાબરકાંઠા જિલ્લામાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શરૂ થયેલી ધોરણ- ૧૦ (SSC) અને ૧૨ (HSC) ની જાહેર પરીક્ષામાં તા. ૬ એપ્રિલ ૨૦૨૨ના રોજ ધોરણ ૧૦ના સામાજિક વિજ્ઞાનના વિષયમાં ૨૦,૬૫૦ વિધાર્થીઓ પૈકી ૧૯,૮૮૬ વિધાર્થીઓએ પરીક્ષા આપી જ્યારે ૭૬૪ વિધાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. જેમાં ગુજરાતી માધ્યમ ૧૯,૦૮૦ વિધાર્થીઓ અને અંગ્રેજી માધ્યમના ૭૮૮ વિધાર્થીઓએ પરીક્ષા આપી. સંસ્કૃત પાઠશાલાના ૧૮ વિધાર્થીઓએ પરીક્ષા આપી. જેમાં પરીક્ષા આપનાર પરીક્ષાર્થીમાં ૧૨૪ દિવ્યાંગ વિધાર્થીઓએ પરીક્ષા આપી.
જ્યારે ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહના ૪૭૯૭ વિધાર્થીઓએ પૈકી મનોવિજ્ઞાન વિષયમાં ૪૬૭૭ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપી જે પૈકી ગુજરાતી માધ્યમના ૪૬૪૬ વિધાર્થીઓ પરીક્ષા આપી ૧૧૯ વિધાર્થીઓ ગેર હાજર, અંગ્રેજી માધ્યમના ૩૧ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપી અને ૧ વિધાર્થી ગેરહાજર રહ્યો હતો. જ્યારે વિજ્ઞાન પ્રવાહમાં અંગ્રેજી ભાષાનું પેપરમાં ૨૩૭૭ વિધાર્થીઓએ પરીક્ષા આપી જે પૈકી અંગ્રેજી માધ્યમમાં ૩૧૦ વિધાર્થીઓએ પરીક્ષા આપી અને ૧ વિધાર્થી ગેર હાજર રહ્યા હતા.જ્યારે ગુજરાતી માધ્યમમાં ૨૦૬૭ પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી અને ૨૭ વિધાર્થીઓ ગેરહાજર રહ્યો હતો. એમ જિલ્લા શિક્ષણાધિકારીની એક અખબારી યાદીમાં જણાવાયુ છે.