Latest

ધ્યાનમય ગુજરાત મન અને શરીર ના સ્વસ્થ માટે ની શિબિર નું આયોજન કરવામાં આવ્યું

_(કોરોનાના કપરા સમય પછી મનની શાંતિ વધારવા માટે અનેરી  તક.)_

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

કોરોનાની ત્રાસદી પછી વ્યક્તિગત જીવનમાં માનસિક સ્વાસ્થ્ય એ ખૂબ નાજુક તથા સંવેદનશીલ બની રહ્યું છે. સુખ શાંતિ સમૃદ્ધિ અને ઐશ્વર્ય ની વચ્ચે માનસિક સ્વસ્થતા જાળવવી એ જીવનની પ્રાથમિકતા છે તેની સભાનતા દરેકના વ્યક્તિગત જીવનમાં આવી છે.  આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગુરુદેવ પૂજ્ય શ્રી શ્રી રવિશંકરજી એ ખાસ એક ધ્યાન શિબિર ની રચના કરી છે. આ શિબિર તદ્દન નિશુલ્ક છે. આર્ટ ઓફ લિવિંગના ૧૦૦૦૦ શિક્ષકો તથા સ્વયંસેવકો દ્વારા સમગ્ર ગુજરાતમાં ધ્યાનમય ગુજરાત અભિયાન હેઠળ આ ની:શુલ્ક ધ્યાન શિબિર જન જન સુધી પહોંચાડવામાં આવશે તથા સમગ્ર ગુજરાત ધ્યાન દ્વારા તણાવ મુક્ત તથા પ્રસન્ન રહે તે માટે કાર્યરત રહેશે.
આ ધ્યાન શિબિર માત્ર ૪૦ મિનિટની છે જેમાં આપ આપના સમયની અનુકૂળતા પ્રમાણે ની:શુલ્ક જોડાઈ શકો છો.  શિબિરમાં ભાગ લેવા માટે આપ આપેલ વિગત પર સંપર્ક કરી શકો છો. કોરોનાનો કપરો કાળ દરેક વ્યક્તિના જીવનમાં માનસિક અને શારીરિક સ્તર પર પડકારરૂપ નીવડ્યો છે. આપ અચૂક આપના પરિવાર, મિત્ર તથા આસપડોશ સાથે આ નિશુલ્ક ધ્યાન શિબિર માં જોડાશો. ઘ્યાન શિબીર થી આપના જીવનમાં મનની શાંતિ તથા શારીરિક સ્વસ્થતા ને પુનઃ પ્રસ્થાપિત કરવામાં સહયોગ કરશે. શિબીરની વધુ માહિતી તથા નોંધણી માટે સંપર્ક : ૯૯૦૯૨૪૨૦૧૭

https://dhyanmayagujarat.in

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પાટીદાર દિકરી નાં માનવ અધિકાર હનન મામલે કૂર્મી સેના મેદાનમાં : મુખ્યમંત્રી ને આવેદન પાઠવ્યું

સરકાર દ્વારા આ બાબતે નક્કર કાર્યવાહી કરવામાં નહી આવે તો કૂર્મી સેના માનવઅધિકાર…

1 of 570

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *