કપિલ પટેલ દ્વારા અરવલ્લી
માલપુર તાલુકાના નાનાવાડા વિસ્તાર કેળવણી મંડળ સંચાલિત શ્રી એન. પી. પટેલ માધ્યમિક અને બી.જે. પંચાલ ઉ.મા. હાઈસ્કૂલમાં ધો-૧૦-૧૨ ના વિધાર્થીઓનો શુભેચ્છા અને શાળા- મંડળમાં વિવિધ ક્ષેત્રે દાન આપનાર દાતાઓનો સન્માન સમારોહ કેળવણી મંડળના પ્રમુખ દલસુખભાઈ જે. પટેલના અધ્યક્ષસ્થાને ઉલ્લાસભેર સંપન્ન થયો હતો. આ પ્રસંગે ટ્રસ્ટી વિનોદ ચંદ્ર એસ. ઉપાધ્યાય, હીરાભાઈ સી. પટેલ, મંત્રી પ્રવિણભાઇ એમ. પ્રજાપતિ, આમંત્રિત મહેમાનો અને કારોબારી સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે અખિલ નાનાવાડા બ્રહ્મ ઉત્કર્ષ મંડળ દ્વારા શાળાના તમામ બાળકોને ચોપડાનું વિતરણ કરાયું હતું. શાળામાં દાન આપનાર દાતાઓ ભૂપેન્દ્રભાઈ પી. પંડ્યા, ચિરાગકુમાર કે. પંચાલ, કેઉલભાઈ પી. ઉપાધ્યાય, ગણપતિ યુવક મંડળ તેમજ આ કાયૅક્રમના ભોજન દાતા ડૉ. રસિકભાઈ પટેલ અને અંબાલાલ પટેલ રીંછવાડ એમ તમામ દાતાઓનું સન્માન કરી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. ધો. ૧૦-૧૨ ના વિધાર્થીઓને શ્રેષ્ઠ પરિણામ લાવવા શાળા પરિવાર સહિત સૌ કોઈએ શુભેચ્છાઓ પાઠવી હતી. કાયૅક્રમનુ સંચાલન મ.શિ. કે.બી. પટેલે અને આભાર વિધિ મ.શિ. શ્રીમતી મીનાબેન એમ. મારીવાડે કરી હતી. શાળાના આચાર્ય અશોકકુમાર એલ. પટેલે શાળા- મંડળનો આભાર વ્યક્ત કર્યો હતો.