Breaking NewsLatest

પશ્ચિમ રેલ્વેના ભાવનગર મંડળના નવા રચાયેલા વ્યવસાય વિકાસ વિભાગને અનોખી સફળતા મળી ડુંગળીને ગુજરાતનાં ધોરાજીથી બાંગ્લાદેશના દર્શના સ્ટેશન સુધી લઇ જવા માટે ગૂડ્ઝ ટ્રેનમાં લોડિંગની શરૂઆત

ગૂડ્ઝને પ્રોત્સાહન આપવા, પશ્ચિમ રેલ્વે દ્વારા ઝોનલ કક્ષાની સાથે સાથે તેના તમામ છ મંડળોમાં મલ્ટી-શિસ્ત વ્યવસાયિક વિકાસ એકમો (બિઝનેસ ડેવલપમેન્ટ યુનિટો) ની સ્થાપના છેલ્લા કેટલાક દિવસોમાં કરવામાં આવી હતી.આ એકમોનું લક્ષ્ય નવા વિચારો અને પહેલને સમાવીને માલ ભાડા માં વધુ અને વધુ વ્યવસાયની સંભાવનાઓની શોધ કરવાનું છે. આ મલ્ટી-લેવલ કમર્શિયલ ડેવલપમેન્ટ યુનિટ્સનો મુખ્ય ઉદ્દેશ રેલ્વે દ્વારા 2024 સુધીમાં માર્ગ દ્વારા લઇ જવાવાળી બિન-બલ્ક પરંપરાગત ચીજોના અતિરિક્ત ટ્રાફિક ને આકર્ષિત કરીને માલ ભાડું બે ગણું કરવાનું છે. આ જ ક્રમમાં, પશ્ચિમ રેલ્વેના ભાવનગર મંડળના નવા રચાયેલા બિઝનેસ ડેવલપમેન્ટ યુનિટ દ્વારા, પ્રથમ અનોખી સફળતા મેળવી છે. જયારે ધોરાજી, ઉપલેટા અને ગોંડલ ક્ષેત્રમાં સ્થિત એપીએમસી અને ડુંગળીના વેપારીઓ સાથે આ બીડીયુ દ્વારા સતત માર્કેટિંગ પ્રયત્નો અને ક્રિયાપ્રતિક્રિયાના પરિણામ રૂપે, 3 ઓગસ્ટ, 2020ના ગુજરાત ના ધોરાજીથી બાંગ્લાદેશ (દર્શના) સુધી પરિવહન માટે ડુંગળીની લોડિંગ શરૂ કરવામાં આવી હતી.પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુર દ્વારા જારી કરાયેલ એક અખબારી યાદી મુજબ ધોરાજીથી દર્શનાનું અંતર 2437 કિ.મી. છે. ધોરાજી સ્ટેશનને સંચાલન, વાણિજ્યિક અને એન્જિનિયરિંગ સુપરવાઇઝર્સની ટીમ દ્વારા આપવામાં આવેલ સુજાવો મુજબ ઘણા ઓછા સમયમાં લોડ કરવા યોગ્ય બનાવવામાં આવ્યું અને ધોરાજી સ્ટેશન ટૂંક સમયમાં લોડિંગ માટે ખોલવામાં આવ્યું હતું. એડવાન્સ રેટ નોટિફિકેશન 1/8/2020 ના રોજ જારી કરવામાં આવ્યું હતું, 2/8/2020 ના રોજ દર્શના (બાંગ્લાદેશ) માટે નોંધવામાં આવ્યું અને 3/8/2020 ના રોજ રેક સપ્લાય પછી લોડ કરવાનું શરૂ કરવામાં આવ્યું. નોંધનીય છે કે ભાવનગર વિભાગ માટે આ એક નવો ટ્રાફિક છે, જેનાથી આશરે 46 લાખ રૂપિયાની આવક થશે. આ મહિનામાં લગભગ 3-4-. જેટલા રેક લોડ થવાની સંભાવના છે.
પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુર દ્વારા જારી કરાયેલ એક અખબારી યાદી મુજબ,22 માર્ચ, 2020 થી સંપૂર્ણ લોકડાઉન અને વર્તમાનના આંશિક લોકડાઉન દરમિયાન કઠિન પરિસ્થિતિઓ અને પ્રચંડ પડકારો હોવા છતાં, પશ્ચિમ રેલ્વેએ 2 ઓગસ્ટ, 2020 સુધીમાં 10,963 ગૂડ્ઝ ટ્રેનો લોડ કરીને પ્રશંસનીય કાર્ય કર્યું છે. વિવિધ સ્ટેશનો પર માનવશક્તિની અછત હોવા છતાં, વેસ્ટર્ન રેલ્વે તેની ગૂડ્ઝ ટ્રેનો દ્વારા દેશભરમાં જરૂરી સામગ્રીની પરિવહન સુનિશ્ચિત કરી રહી છે. તેમાં પીઓએલના 1172, ખાતરોના 1886, મીઠાના 593, અનાજના 110, સિમેન્ટના 860, કોલસાના 429, કન્ટેનરના 5318 અને સામાન્ય માલ ના 51રેકો સહીત કુલ 22.45 મિલિયન ટનની ભારણવાળી વિવિધ ગૂડ્ઝ ટ્રેનોને ઉત્તર-પૂર્વીય પ્રદેશો સહિત દેશના વિવિધ રાજ્યોમાં મોકલવામાં આવી છે.આ સિવાય, મિલેનિયમ પાર્સલ વાન અને મિલ્ક ટેંક વેગનનાં વિવિધ રેક્સ, દવાઓ, તબીબી કીટ, સ્થિર ખોરાક, દૂધ પાવડર અને પ્રવાહી દૂધ જેવી વિવિધ આવશ્યક ચીજો ની માંગ ના પુરી કરવા પૂરા પાડવા માટે ઉત્તર અને ઉત્તર પૂર્વી પ્રદેશોમાં રવાના કરવામાં આવ્યા હતા.કુલ 21,520 ગૂડ્ઝ ટ્રેનોને અન્ય ઝોનલ ટ્રેનો સાથે બદલી કરવામાં આવી હતી, જેમાં 10,741 ટ્રેનો સોંપવામાં આવી હતી અને 10,779 ટ્રેનોને પશ્ચિમ રેલ્વેના વિવિધ ઇન્ટરચેંજ પોઇન્ટ તરફ લઇ જવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન, જમ્બોના 1430 રેક, બૉક્સનના 702 રેક, અને બીટીપીએનના 606 રેક સહિતના વિવિધ મહત્વપૂર્ણ આગમન રેકનું અનલોડિંગ પશ્ચિમ રેલ્વેના વિવિધ સ્ટેશનો પર મજૂરોની અછત હોવા છતાં, સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું.
શ્રી ઠાકુરે જણાવ્યું હતું કે 23 માર્ચ, 2020 થી 2 ઓગસ્ટ, 2020 સુધીમાં, લગભગ 89,700 હજાર ટન વજનની આવશ્યક સામગ્રી નું પરિવહન પશ્ચિમ રેલ્વે દ્વારા તેની 439 પાર્સલ સ્પેશિયલ ટ્રેનો દ્વારા કરવામાં આવ્યું છે, જેમાં મુખ્યત્વે કૃષિ ઉત્પાદનો, દવાઓ, માછલી, દૂધ વગેરે મુખ્યત્વે શામેલ છે. આ પરિવહન નાં માંઘ્યમથી થતી આવક રૂ,28.52 કરોડ થી વધુની રહી છે. આ સમયગાળા દરમિયાન, 67 મિલ્ક સ્પેશિયલ ટ્રેનો ને પશ્ચિમ રેલ્વે દ્વારા દોડાવવામાં આવી હતી,જેમાં 50 હજાર ટનથી વધુનું ભારણ હતું અને વેગનના 100% ઉપયોગથી લગભગ 8.74 કરોડની આવક પ્રાપ્ત થઈ છે. આ જ રીતે, 31,000 ટનથી વધુ વજન વાળી 355 કોવિડ -19 વિશેષ પાર્સલ ટ્રેનો પણ વિવિધ આવશ્યક ચીજવસ્તુઓના પરિવહન માટે ચલાવવામાં આવી હતી, જે ના દ્વારા આવક રૂ .15.94 કરોડથી વધુ રહી. આ સિવાય, 7444 ટન વજનવાળા 17 ઇન્ડેટેડ રેક પણ લગભગ 100% ઉપયોગ સાથે ચલાવવામાં આવ્યા હતા, જેનાથી 3.84 કરોડ રૂ.ની આવક થઈ છે. પશ્ચિમ રેલ્વે દ્વારા દેશના જુદા જુદા ભાગોમાં સમય સમય બદ્ધ પાર્સલ સ્પેશિયલ ટ્રેનો ને દોડાવવાની પ્રક્રિયા સતત ચાલુ રાખવામાં આવી છે. આમાંથી ત્રણ પાર્સલ સ્પેશિયલ ટ્રેનો પશ્ચિમ રેલ્વેથી 3 ઓગસ્ટ 2020 ના રોજ રવાના થઈ હતી, જેમાં બાંદ્રા ટર્મિનસ થી જમ્મુ તાવી માટે ઉપડેલી ની ચાલી ટ્રેન સિવાય પોરબંદરથી શાલીમાર માટે ઉપડેલી ટ્રેન અને પાલનપુરથી હિન્દ ટર્મિનલ માટે ઉપડેલી દૂધની વિશેષ ટ્રેનનો સમાવેશ થાય છે.
લોકડાઉનને કારણે નુકસાન અને રિફંડ ચૂકવણી
કોરોના વાયરસને કારણે પશ્ચિમ રેલવે પર કુલ આવક નું નુકસાન લગભગ 1986 કરોડ નું રહયુ છે. જેમાં ઉપનગરીય વિભાગ માટે 296 કરોડ અને બિન-પરા માટે 1690 કરોડ રૂપિયા નુકસાનનો સમાવેશ થાય છે. આ હોવા છતાં, પશ્ચિમ રેલ્વેએ 1 માર્ચ, 2020 થી 2 ઓગસ્ટ, 2020 સુધી ટિકિટ રદ કરવાના પરિણામે 408.84 કરોડ રૂપિયાની રિફંડની ખાતરી આપી છે. નોંધનીય છે કે આ રિફંડ રકમમાં એકલા મુંબઇ ડિવિઝને 196.24 કરોડ રૂપિયાથી વધુનું રિફંડ સુનિશ્ચિત કર્યું છે. અત્યાર સુધીમાં, 62.90 લાખ મુસાફરોએ આખી પશ્ચિમ રેલવે પર તેમની ટિકિટ રદ કરી છે અને તે મુજબ તેમની રિફંડની રકમ પ્રાપ્ત થઈ છે.

રિપોટ બાય વિપુલ બારડ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પીરોટન ટાપુ પર ઊભા કરી દેવાયેલા ગેરકાયદેસર દબાણોના અતિક્રમણ સામે તંત્રની થઈ નક્કર કાર્યવાહી

જામનગર, એબીએનએસ: દેશની સુરક્ષા અને સમુદ્રી જીવસૃષ્ટિ માટે અત્યંત મહત્વપૂર્ણ એવા…

ઘોઘંબામાં ગુંદી તાલુકાની માંગ સામે સ્થાનિકોના સખ્ત વિરોધ સાથે વેપારીઓ દ્વારા સ્વયંભૂ બજારો બંધ રખાયા

એબીએનએસ, ગોધરા (પંચમહાલ): તાજેતરમાં કાલોલ ભાજપના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ દ્વારા…

સુરત ખાતે વાહનચાલકોને પતંગના દોરાથી બચાવવા ૫૦,૦૦૦ ‘નેક સેફ્ટી બેલ્ટ’નું વિનામૂલ્યે વિતરણ કરાયું

સુરતઃએબીએનએસ: ૨૫ વર્ષ પહેલા રોડ અકસ્માતમાં ખાસ મિત્રનું અવસાન થતા ડિસ્ટ્રીક્ટ…

હારીજ શહેરમા જલિયાણ ગ્રુપ પરિવાર દ્વારા નવીન એમ્બ્યુલન્સ વાન તથા અંતિમયાત્રા રથનું લોકાર્પણ કરાયું

એબીએનએસ, પાટણ: પાટણ જિલ્લાના હારીજ શહેરના ઉદ્યોગપતિ તેમજ શૈક્ષણિક ક્ષેત્રે…

1 of 683

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *