પાલનપુર: ફિનોલિક્સ પાઇપ(FIL) અને સી એસ આર પાર્ટનર મુકુલ માધવ ફોઉન્ડેશન (MMF) એ આજ રોજ ગુજરાત મલ્ટી ટ્રેડ કંપની(GMTC), પાલનપુર દ્વારા હેલ્થ ચેકઅપ કેમ્પ પ્લમ્બર તથા રીયલ એસ્ટેટના કામદારો માટે યોજવામાં આવ્યો તેમાં સહભાગી બન્યા.
COVID-19 નો સમય હોય કે જરૂરિયાત મંદ લોકોને સહાય કરવાની હોય ગુજરાત મલ્ટી ટ્રેડ કંપની હંમેશા સમાજ સેવા કરતુ આવ્યું છે. અને તેવા જ ઉદ્દેશ થી આજ રોજ લાયન્સ ક્લબ ઓફ પાલનપુર, ફિનોલિક્સ પાઇપ અને તેના સી એસ આર પાર્ટનર મુકુલ માધવ ફાઉન્ડેશન સાથે મળીને 460 થી વધુ પ્લમ્બર્સ તથા રીયલ એસ્ટેટ ના કામદારો માટે આરોગ્ય ચેકઅપ શિબીર રાખી હતી જેમાં આંખ, દાત, કાન, ગળા, બ્લડ ચેકઅપ, ECG અને જનરલ તપાસ કરવામાં આવી.
વધુ માં આગળ ગુજરાત મલ્ટી ટ્રેડ કંપનીના CEO શ્રી નરેન્દ્રભાઈ ખોલવાડીયા દ્વારા જાણવામાં આવ્યું કે અમે ફક્ત તપાસ કરવામાં નહિ પરંતુ તપાસ દરમિયાન જે તે દર્દીઓને તકલીફ હસે તેમને દાંત, આંખ અને બીજી જરૂરી સારવાર પણ ફ્રી કરી આપવામ આવશે.
તો બીજી તરફ ફિનોલિક્સ કંપની ના વેસ્ટ ઝોને સેલ્સ હેડ, શ્રી ચિરાગ પાઘધારે વધુ માહિતી આપતા જાણાવીયુ કે ફિનોલિક્સ પાઇપ અને તેના સી એસ આર પાર્ટનર મુકુલ માધવ ફાઉન્ડેશન આજ ના આરોગ્ય તપાસમાં આંખના નિદાન બાદ મોતિયાનું ઓપેરશન તથા નંબરના ચશ્માં અને બીજી તરફ દાત ની તપાસ તેને લગતી સારવાર માટે દર્દીને જરૂરી સહાય કરવામાં આવશે.
સાથે સાથે આરોગ્યની જાળવણી, પર્યાવરણની જાળવણી, મહિલા સશક્તિકરણ, જળ સંરક્ષણ, શિક્ષણ અને સામાજિક સુખાકારી માટે વિશેષ માહિતી આપવામાં આવી.