કપિલ પટેલ દ્વારા અરવલ્લી
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના ફતેપુર ગ્રામ પંચાયતની રસાકસી ભરી ચૂંટણીમાં જાણીતા મહિલા કાર્યકર શ્રીમતી પ્રેમીલાબેન અશોકભાઈ ઉર્ફે લાલભાઈ પટેલ જંગી મતોથી વિજયી બન્યા હતાં. સોમવાર તા17=12022ના રોજ પંચાયતના સરપંચનો હવાલો સંભાળી લીધો છે જ્યારે આજ તારીખે ડેપ્યુટી સરપંચ ની ચૂંટણીમાં હીનાબેન મનુભાઈ બારૈયા ચૂંટાયેલા ચૂંટણી અધિકારી એ જાહેર કર્યા હતા.ફતેપુર ગામનું સુકાન હવે આ મહિલાઓ સંભાળશે.સરપંચ પ્રેમીલાબેન પટેલ વિલાસપુરા કંપાના વતની છે અને હીનાબેન બારૈયા ફતેપુર ગામના વતની છે . બંને ગામોની સંયુક્ત પંચાયત ફતેપુર ગામમાં છે.પદગ્રહણ બાદ લોકોએ શુભેચ્છાઓ પાઠવી હતી.આ બંને પદાધિકારીઓએ બંને ગામોના અવિરત વિકાસની ખાત્રી આપી હતી તેમજ બંને ગામોના આને જનતાનાં પ્રશ્નો વિકાસ કાર્યો સૌનો સાથ સૌના વિકાસ ના સૂત્રને અનુસરીને સાથે રહીને કરવાની ખાત્રી આપી સૌ કોઈ નો આભાર વ્યક્ત કર્યો હતો.