કપિલ પટેલ દ્વારા અરવલ્લી
કમિશ્નર ઓફ ફૂડ સેફટી ગાંધીનગર દ્વારા ફાળવવામાં આવેલ ફૂડ સેફટી ઓન વ્હીલ્સ નું આજ રોજ તા.17.03.2022 ના રોજ મદદનીશ કમિશ્નર તથા ડેઝીગ્નેટેડ ઓફિસર , તમામ એફ.એસ.ઓ., કચેરી સ્ટાફ, ફૂડ સેફટી ઓન વિહ્લ્સ સ્ટાફની હાજરીમાં ફૂડ સેફટી સ્ટાન્ડર્ડ એકટ 2006 હેઠળની કાર્યવાહી માટે એફ.એસ.ઓ.ને વિધિવત રીતે ફાળવવામાં આવેલ છે.
ફૂડ સેફટી ઓન વ્હીલ્સ માં એફ.એસ.ઓ તથા કેમિસ્ટની હાજરીમાં સ્થળ પર ખાદ્યચીજોનો પ્રાથમિક પરિક્ષણ કરવામાં આવશે.
પ્રાથમિક પરિક્ષણ માં ખાદ્યચીજમાં ભેળસેળની શંકા જણાશે તો વેપારી સામે કાયદેસરની કાર્યવાહી કરી નમૂનો લેવામાં આવશે જરૂર જણાય શંકાસ્પદ જથ્થો જપ્ત કરવામાં આવશે તથા વારંવાર તળેલા તેલનું T P C મશીન થી પરિક્ષણ કરાવામાં આવશે જેમાં ટી.પી.સી. વેલ્યુ 25 કરતા વધુ માલુમ પડશે તો વેપારી સામે કાયદેસર ની કાર્યવાહી કરી નમૂનો લેવામાં આવશે અને જરૂર જણાય બાકીનો જથ્થો જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવશે .
લાયસન્સ અને રજીસ્ટ્રેશન માટે ખાસ કેમ્પ કરી ગામડાં સુધીના વેપારીઓને સમજ આપી લાયસન્સ અને રજીસ્ટ્રેશન મેળવી ખાદ્યચીજનો વેપાર કરે તે માટે જાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે.
તેમજ તપાસ દરમ્યાન બજારમાં ઉપલબ્ધ વેચાણ માટેની ખાધચીજો નું સર્વે કરી સર્વેલન્સ નમૂના લઈ ગુજરાત રાજ્યની લેબોરેટરી માં મોકલવામાં આવશે . લેબના તપાસ રિપોર્ટ પ્રમાણે નમૂનમાં ભેળસેળ જણાશે તો ફૂડ સેફટી ઓફિસર વેપારી સામે કાયદેસર ની કાર્યવાહી કરશે.
તા. 19.03.2022 ના રોજથી ફૂડ સેફટી ઓફિસર કેમિસ્ટ અને ફૂડ સેફટી ઓન વ્હીલ્સ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં આકસ્મિક તપાસ શરૂ કરશે.