જામનગર: ફેડરેશન ઓફ આઈ.ટી.એસોસિયેશન ઓફ ગુજરાતી “FITAG”દ્વારા જામનગર ટુર દરમિયાન હોટેલ સેલિબ્રેશનમાં IT સેમિનારનું આયોજન કરવામાં આવેલ. આ તબ્બકે જામનગર આઈ.ટી. એસોસિયેશન (જીટા) સહીત કમ્પ્યુટર ડીલર્સ તથા ઇન્ફોર્મેશન ટેક્નોલોજી વ્યવસાય સાથે સંકળાયેલ સભ્યો ઉપસ્થિતિ રહ્યા હતા. સેમિનારમાં ગ્લોબલ સર્વે મુજબ, નંબર ૧ સાઇબર સિક્યુરિટી બ્રાન્ડ “VIBRANIUM”દ્વારા એંટી રેનસમ વેર,એંટી વાઇરસ પ્રોડક્ટ લોંચ સાથે સાઇબર સિક્યુરિટી ની સમજ તથા વ્યાપાર વૃદ્ધિ વિષે માહિતી પ્રદાન કરી નંદકભાઈ પંડ્યા દ્વારા વિઝન, નોલેજ, સ્કિલ, ડેડિકેશન તથા એક્ઝિક્યુશન વિષે સ્પીચ આપવામાં આવેલ.
ઓનલાઇન સેલિંગ ને કારણે ગ્રાહક સંતુષ્ટિ અને ગુણવત્તામાં ઘટાડા સાથે સ્થાનિક વ્યાપાર અને રોજગારીમાં વૃદ્ધિ નિરાકરણ મુદ્દે નેટટેક ગ્લોબલના ભાર્ગવ ઠાકર દ્વારા સૂચન રજુ કરવામાં આવેલ.
આ તબ્બકે ફીટાગના ઝોન પ્રેસિડન્ટ કેતન દોશી, “VIBRANIUM”ના CEO સંજય પટોડિયા , જીટાના પ્રેસિડન્ટ હિતેશ મેસીયા, ફીટાગ એક્ઝિક્યુટિવ કમિટી મેમ્બર ચિરાગ મણિયાર સહીત જામનગર આઈ.ટી ક્ષેત્રે વ્યવસાય કરતા ૮૦ જેટલા કમ્પ્યુટર ડીલરો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર સેમિનાર નું સફળ સંચાલન “FITAG”દ્વારા કરવામાં આવેલ.