Latest

વિસનગર તાલુકામાં ૧૦૦૦ થી વધુ લોકોને ફુડ પોઇઝનીંગ. આરોગ્યમંત્રી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા.

ગાંધીનગર: મહેસાણા જિલ્લાના વિસગનર તાલુકાના સવાલા ગામમાં ગઇ કાલે યોજાયેલ લગ્નપ્રસંગના જમણવારમાં ૧૦૦૦ થી વધુ લોકોને ફુડ પોઇઝનીંગ થયું હતુ.

વિસનગરના ધારાસભ્ય સભ્ય અને રાજ્યના આરોગ્યમંત્રીઋષિકેશ પટેલને આ સમાચાર મળતા તેઓ તરત જ ગાંધીનગર થી મોડી રાત્રે ૩:30 વાગ્યે વિસરનગર દોડી આવ્યા હતા.
મંત્રી શ્રી ઋષિકેશ પટેલે વિસનગરની સિવિલ હોસ્પિટલ, વડનગર સરકારી હોસ્પિટલ અને નૂતન હોસ્પિટલ સહિતની વિવિધ હોસ્પિટલમાં સારવાર હેઠળના દર્દીઓની મુલાકાત લઇ સ્વાસ્થ્ય પૃચ્છા કરી હતી.

ઋષિકેશ પટેલે આરોગ્યતંત્રને દર્દીઓને સિવિલ હોસ્પિટલ ઉપરાંત તાલુકાની વિવિધ હોસ્પિટલ અને નજીકના તાલુકાની વિવિધ સરકારી અને ખાનગી હોસ્પિટલમાં સધન સારવાર ઉપલબ્ધ કરાવવા માટે સૂચના આપી હતી.

આરોગ્ય તંત્રથી મળતી વિગતો અનુસાર , વિસનગર ની નૂતન હોસ્પિટલમાં ૪૧૦, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં ૩૦૦, મહેસાણાની જી.એચ. હોસ્પિટલમાં ૨૦૬, વિસનગર સી.એચ.સી. માં ૪૪, ઉંઝા સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટસમાં ૫, વડનગર સરકારી હોસ્પિટલમાં ૧૩૫, સીએચસી ખેરાલુમાં ૭ અને મહેસાણાની હોસ્પિટલમાં ૫૦ આમ કુલ ૧૦૫૭ જેટલા દર્દીઓને સધન સારવાર આપવામાં આવી હતી.
આ તમામ દર્દીઓની હાલત હાલ સ્થિર છે. જેમાંથી મોટાભાગના દર્દીઓ સારવાર મેળવીને સ્વગૃહે પરત થયા છે.દર્દીઓને સધન સારવાર મળી રહેતા કોઇ પણ પ્રકારનો ગંભીર બનાવ કે મૃત્યુ નોંધાયુ નથી.

આગામી સમયમાં ફુડ પોઇઝનીંગના વધુ કેસ નોંધાય ત્યારે તમામ દર્દીઓને ત્વરીત સારવાર ઉપલબ્ધ કરાવવા વિસનગરના ધારાસભ્ય અને રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે મહેસાણા જિલ્લા આરોગ્યતંત્રને સજ્જ રહેવાની તાકીદ હાથ ધરી છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 542

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *