કપિલ પટેલ દ્વારા અરવલ્લી
પીસી એન્ડ પી એન ડીટી એડવાઈઝરી કમિટીમાં જિલ્લા કલેક્ટરશ્રી હિતેષ કોયા ,જિલ્લા વિકાસ અધિકારી શ્રી દીપેન શાહ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ જિલ્લામાં આવા કૃત્યો પર કમર કસવાની કસમ લીધી : કોઈની શેહ શરમ નહિ ભરાય
આરોગ્યની ટીમો બનાવી જિલ્લામાં ખાનગી રાહે ડીકોઇ ટીમો દવાખાનામાં તપાસ કરશે: આખરી ચેતવણીનો કોલ
જિલ્લા કલેકટરશ્રી હિતેષ કોયાની અધ્યક્ષતામાં ગઇ કાલે કલેકટર કચેરી ખાતે ગત તા.૨૭/૧/૨૦૨૨ ની પી.સી.એન્ડ, પી. એન. ડી.ટી એડવાઇઝરી કમિટીની બેઠકની કાર્યવાહી નોંધ વંચાણે લઈ બહાલ કરવાની સાથોસાથ જિલ્લાની આરોગ્યની ટીમો દ્વારા તા.૫/૩/૨૦૨૨ ના રોજ તાલુકામાં કરેલ રેડ બાબતે તાલુકાઓના સબ ડિસ્ટ્રિક્ટ ઓ.પ્રો. ઓથો અને તાલુકા હેલ્થ ઓફિસરશ્રીઓ અને મેડિકલ ઓફિસરશ્રીઓની સંયુક્ત ટીમ બનાવીને જિલ્લામાં રજીસ્ટર સોનોગ્રાફી સેન્ટરો પર મોકલવામાં આવેલ જેમાં ટીમો દ્વારા ક્ષતિ જણાય ત્યાં સેન્ટરો પર કલમ – ૨૦(૧) હેઠળ નોટિસ આપવામાં આવેલ હતી. તથા તાલુકામાં સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું. ક્યાંક છૂટ પૂટ ક્ષતિ જણાયેલ તેવા કિસ્સામાં પણ જિલ્લા કલેકટરશ્રી દ્વારા ફેર તપાસના આદેશો આપવામાં આવ્યા છે. અને જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીને કડક સૂચના અને કાર્યવાહી કરવાની તાકીદ કરીને આવા જે કંઈ તત્વો હશે તેમને હરગીજ ચલાવી લેવામાં નહિ આવે અને જિલ્લાની છબી ખરડાઈ નહી અને સ્વસ્થ સમાજ અને દીકરો – દીકરી એક સમાન ધરતી પર અવતરતા રહે જન્મતા પહેલા કરેલ કૃત્યોને ચલાવી લેવામાં આવશે નહીં અને જે કોઈ આવું કરશે તેમના ઉપર લાલ આંખ કરી કડકમાં કડક સજા થાય તેવા પગલાં ભરવા બેઠકમાં તાકીદ કરાઈ હતી. અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિપેન શાહે પણ આવા કૃત્યો કરનાર સામે કમર કસવા કસમ લીધી હતી અને સમાજમાં દાખલારૂપ કામગીરી કરવા સૂચના આપી હતી.મા પ્રસુતિ ગૃહ ઈડર, શ્રીજી મેટરનીટી હોમ તલોદના ચેકિંગ દરમિયાન દર્દીનું ફોર્મ એફ ભરવામાં તથા રજીસ્ટરમાં ક્ષતિ જણાતા આરોગ્ય વિભાગ દ્વારા નોટિસ આપતા ખુલાસો કરેલ પ્રાથમિક તબક્કે બરોબર જણાયેલ ન હોઇ નોટિસ મુજબ સંતોષ થયેલ ન હોય. જિલ્લા કલેકટરશ્રીએ ફેર તપાસની સૂચના આપી હતી અને કડક ચેકિંગ હાથ ધરી ખાનગી રાહે તપાસ કરી રિપોર્ટ રજૂ કરવા બેઠકમાં જણાવ્યું હતું. આ સંદર્ભમાં જિલ્લાના કેટલાક તત્વોમાં ફફડાટ ફેલાયો છે. આવતી બેઠકમાં રિપોર્ટ રજૂ કરવા સુચના આપી હતી. તંત્ર દ્વારા જે કોઈ નોટિસ આપે તેનો જવાબ યોગ્ય પ્રત્યુત્તર પાઠવવા તેઓ બંધાયેલ છે. જરૂર જણાવતો રજીસ્ટ્રેશન રદ કરવાની કાર્યવાહી કરવા પણ બેઠકમાં તાકિદ કરાઈ છે. નવા રજિસ્ટ્રેશનની દરખાસ્ત આવે તેમાં બધી જ બાબતો બારીકાઈથી જોવાય તે બાબત પર ભાર મૂકવામાં આવ્યો હતો.
આ બેઠકમાં જિલ્લા મુખ્ય અધિકારીશ્રી ડો.રાજેશ પટેલ, તાલુકા હેલ્થ ઓફિસર, મેડિકલ ઓફિસર, ગાયનેકોલોજિસ્ટશ્રી, સિવિલ હોસ્પિટલ હિંમતનગર, પેથોલોજીસ્ટ, બાળરોગ નિષ્ણાંતશ્રી, પ્રોફેસર મેડિકલ કોલેજ, સરકારી વકીલશ્રી તથા સંબંધિત અમલીકરણ અધિકારી બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.