નાનપણથી સેવાવૃત્તિ ને વરેલી વડોદરામાં જન્મ પામેલ નિશીતા રાજપૂત સેવાકીય પ્રવૃતિઓ સાથે સંકળાયેલ છે અને છેલ્લા 9 વર્ષથી બેટી બચાવો બેટી પઢાવો અભિયાન અંતગરત ગરીબ અને મધ્યમ પરિવારની દીકરીઓ અભ્યાસ કરી શકે તે માટે દાતાઓ પાસેથી 1 હજાર રૂ મેળવી તેને જે તે સ્કૂલમાં તેઓ ભણી શકે તેમાટે જમા કરાવે છે આજના યુગમાં હજાર લઈ કેટલાય લોકો સાથે ઠગાઈ નહીં પરંતુ તેમના આ પૈસા બાળકો સુધી પહોંચે છે તે માટે તે દાતાશ્રી ને જે તે બાળા હોય તમને તેનો ફોટો, પરિણામની ઝેરોક્ષ, માતા પિતાની વિગત ઉપરાંત જે તે સ્કૂલમાં ફિ ભરી હોય તેની પહોંચ મોકલાવે છે. આજ થી 9 વર્ષ પહેલાં નિશિતા રાજપૂત દ્વારા 151 બાળાઓને સહાય આપવામાં આવી હતી. ગરીબ અને મધ્યમ વર્ગની દીકરીઓને ભણવામાં તકલીફ ન પડે તે માટે તેને 1 કરોડ સુધીના ફી નું લક્ષ્યાંક રાખ્યું છે જેથી આ અભિયાન અંતરગ્રત તમામ સહાય તેમને પહોંચાડી શકે. એક રાજપૂત કુળની દીકરી તમામ કાર્યને હસ્તે અંજામ આપી રહી છે જે રાજપૂત સમાજ માટે ગૌરવ કહી શકાય