Breaking NewsLatest

ભાજપના નરોડા વિધાનસભાના ધારાસભ્ય બલરામ થાવાનીને ધારાસભ્ય થયા ના 3વર્ષ ની ઉજવણી કરતા સોશ્યિલ ડીસ્ટેન્સના ધજાગરા ઉડાવ્યા

દેશ નો કાયદો આમ જનતા માટે ભાજપ માટે કોઈ કાનૂન નથી

દેશમાં ખેડૂતો પોતાના હક માટે છેલ્લા ઘણા સમય થી આંદોલન કરી રહ્યા છે,ત્યારે ભાજપના નરોડા વિધાનસભાના ધારાસભ્ય બલરામ થાવાનીએ ધારાસભ્ય તરીકે ત્રણ વર્ષ પુરા કરતા તેની જ કુબેરનગર ખાતેની ઓફીસ પર લોકોના ટોળે ટોળા ભેગા કરી સોશ્યિલ ડિસ્ટન્સ ના જાહેરમાં ધજાગર ઉડાવ્યા છે.જ્યારે મેઘાણીનગર પોલીસ મૂક પ્રેક્ષક બની નજારો જોઈ રહી છે.જ્યારે બાજુમાં માસ્ક વગરના લોકો પાસે પઠાણી દંડ વસુલ કરી રહી છે.

કાયદાનો અમલ કરાવવાળા જ કાયદાનો ભંગ કરતા નજરે પડે તો તેની અસર આમ જનતા પર પડ્યા વગર રહેતું નથી. જ્યારે ભાજપના નરોડા વિધાનસભાના ધારાસભ્ય બલરામ થાવાની કોઈને કોઈ પ્રકારે ચર્ચામાં જ રહ્યા છે.આજે બલરામ થાવાની એ ધારાસભ્ય થયાના ત્રણ વર્ષ પુરા કર્યા હોવાની ખુશીમાં તેમની ઑફિસે જ કાર્યકરોનો જમાવડો ભેગો કર્યું હતું.ભાજપના કાર્યકરો કોવિડ-19 કોરોના મહામારીના જાહેરનામનો જાહેરમાં ધજાગરા ઉડાવ્યા છે.ભાજપના ધારાસભ્યની વિરુદ્ધ પોલીસ ગુનો દાખલ કરશે કે કેમ તે દેશ ની ભોળી જનતા સવાલો કરી રહી છે.નાગરિકોને પોતાના લગ્ન ,મરણ માટે પોલીસ પાસે પરવાનગી મેળવવામાં કમર કસવી પડી રહી છે.ત્યારે ભાજપ સત્તાના નશામાં મશગૂલ બની આમ જનતાની ભાવના સાથે રમી રહી છે.આ દ્રશ્ય જોઈ કોરોનાનો કેર વધુ વકરે તેવી ભીતી પણ જોવા મળી રહી છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

1 of 748

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *