Breaking NewsLatest

ભારતીય તટરક્ષક દળ દ્વારા મેરિટાઇમ સર્ચ અને રેસ્ક્યૂ વર્કશોપ (MSAR 21)નું કરાયું આયોજન.

અમદાવાદ: ભારતીય તટરક્ષક દળના જિલ્લા હેડક્વાર્ટર્સ નંબર 15, ઓખા ખાતે 19 ઑગસ્ટ 2021ના રોજ “મેરિટાઇમ સર્ચ અને રેસ્ક્યૂ વર્કશોપ”નું આયોજન કરવામાં આવ્યું હતું. વ્યાપક તૈયારીઓ માટે વિવિધ પહેલના અમલ, ક્ષમતા નિર્માણ, વિવિધ હિતધારકોમાં વધુ સારા સંકલન અને સહયોગ માટે આ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. દેવભૂમિ દ્વારકાના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ શ્રી એન.ડી. ભેતરિયા આ કાર્યક્રમમાં ગેસ્ટ ઓફ ઓનર તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય નૌસેના, રાજ્ય પ્રશાસન, માછીમારી સમુદાયના પ્રતિનિધિઓ, ભારતીય રાષ્ટ્રીય માહિતી સેવા કેન્દ્ર, ગુજરાત મેરિટાઇમ બોર્ડ અને VTMS ઓખાએ પણ આ વર્કશોપમાં ભાગ લીધો હતો.

ભારતીય તટરક્ષક દળ (ICG) ભારતીય સર્ચ અને રેસ્ક્યૂ પ્રદેશ (ISRR)માં મેરિટાઇમ સર્ચ અને રેસ્ક્યૂ (M-SAR) માટે નોડલ એજન્સી છે. આવા વર્કશોપ રાષ્ટ્રીય M-SAR મેન્યૂઅલની જોગવાઇઓ અંતર્ગત યોજવામાં આવે છે અને ભારતીય તટરક્ષક દળના મહાનિદેશક રાષ્ટ્રીય M-SAR બોર્ડના ચેરમેન છે.

આ કાર્યક્રમ માછીમાર સમુદાય અને દરિયાખેડૂઓમાં સલામતીના વિવિધ માપદંડો અંગે અને દરિયામાં ફસાયેલા લોકોને સહાય કરવા અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશથી યોજવામાં આવ્યો હતો. આ ઉપરાંત, “SARમાં ટેકનિકલ આવિષ્કાર, સ્વાયત્ત જહાજોનો ઉપયોગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સેટેલાઇટ SAR ટેકનોલોજીમાં ટ્રેન્ડ્સ” અંગે એક પ્રેઝન્ટેશનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કેબિનેટ મંત્રીના અધ્યક્ષ સ્થાને ધ્રોલ એસ.ટી.ડેપો વર્કશોપ તથા જોડિયા એસ.ટી.બસ સ્ટેશનનો ખાતમુહૂર્ત સમારોહ યોજાયો

જામનગર, સંજીવ/અમિત, એબીએનએસ: રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ તથા વિજ્ઞાન…

નાણામંત્રી નિર્મલા સીતારમન દ્વારા રજૂ કરાયેલ કેન્દ્રીય બજેટ ૨૦૨૬ ને આવકારતું જામનગર શહેર ભાજપ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: નાણામંત્રી નિર્મલા સીતારમને ૧ ફેબ્રુઆરી, ૨૦૨૬ના…

1 of 746

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *