Latest

ભારતીય બહુજન ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટી લી. અરવલ્લી જિલ્લા મોડાસામાં પ્રથમ સ્ટેટ લેવલની મીટીંગ યોજાઇ

(“નાના માણસની મોટી બેંક” – પ્રવીણ પરમાર)

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

ભારત દેશની આર્થિક ઉન્નતી માટે પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી ધ્વારા આત્મનિર્ભયનો મંત્ર આપ્યો જે અંતર્ગત રાષ્ટ્રીયકૃત બેંકો પછી ઘણી બધી સહકારી – ક્રેડીટ કો-ઓપરેટીવ સોસાયટી બચત મંડળી જેવી વિવિધ સમાજ સમુદાય ધ્વારા રચના કરવામાં આવી. તેમ છતાં અમુક સમાજ અને નાના માણસોને આર્થિક વહીવટ, લોન, સબસીડી, બચત અન્ય બેન્કીંગ લેવડદેવળમાં પડતી તકલીફને ધ્યાનમાં લઇને SC, ST, OBC અને Minority સર્વેને સરખા પ્રતિનિધિત્વ સાથે માનનીયશ્રી દિલીપ મૌર્ય (સ્ટેટ ચેરમેન) ધ્વારા ધ ભારતીય બહુજન ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટી લિ. ની સ્થાપના કરવામાં આવી તેની . નિયમોનુસાર રાજ્યકક્ષાએ નોંધણી થયેલ છે.
ગુજરાત રાજ્યમાં કુલ ૩૩ શાખા ખોલવાની છે. તેમાંની ૧૪ શાખા કાર્યરત થઇ ગઇ છે. અને અરવલ્લી જીલ્લામાં મોડાસા ખાતે શ્રી કલ્પેશભાઇ પંડયા અને પ્રવિણભાઇ પરમારના પ્રયત્નો ધ્વારા જીલ્લાના SC, ST, OBC અને Minority સમાજને આર્થિક સધ્ધર બનાવવાની વિચારધારા ધરાવતી વ્યક્તિઓને જોડી એક જ મહીનામાં હોમ મીટીંગ કરી, ટીમ બનાવી આ મીટીંગમાં ધ ભારતીય બહુજન ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટી લિ. ના આધ્યસ્થાપન શ્રી દિલીપ મૌર્ય (સ્ટેટ ચેરમેનશ્રી), શ્રી અમીત પરમાર (પૂર્વ ઝોન ઇન્ચાર્જ), અને સી.એન.ડામોર (સ્ટેટ જનરલ સેક્રેટરી) સર્વેના માર્ગદર્શન ધ્વારા મીટીંગમાં માહિતી પૂરી પાડવામાં આવી. અને સંભવિત હોદ્દેદારોની ટીમની યાદી તૈયાર કરવામાં આવી.
. ભારતીય બહુજન ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટી લી. સ્ટેટ લેવલના પદાધિકારીઓ ધ્વારા bbc અરવલ્લી જીલ્લાના સંભવિત પદાધિકારી અને ડાયરેકટરોને માહિતી અને માર્ગદર્શન માટે સ્ટેટ લેવલની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું.
આ મીટીંગમાં સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું ત્યારબાદ સર્વેનો પરિચય આપવામાં આવ્યો ત્યારબાદ bbc અરવલ્લી જીલ્લાના ચેરમેન શ્રી કલ્પેશભાઇ પંડયા ધ્વારા સર્વે મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું અને ટુંક સમયમાં સર્વે સભ્યો જોડાઇ સહકાર આપ્યો તેનો આભાર પણ માન્યો હતો. અને ત્યારબાદ મહેમાનોને બુકે અને પ્રોફેશનલ ડાયરી-પેન ગીફ્ટ આપી સન્માનીત કર્યા હતા.
ધ ભારતીય બહુજન ક્રેડિટ કો-ઓપરેટીવ લી. ગાંધીનગર સ્ટેટ લેવલના પદાધિકારીઓ જેમાં શ્રી સુરેન્દ્રભાઇ પરમાર (સ્ટેટ વાઇસ ચેરમેન), શ્રી હસમુખભાઇ પરમાર (સ્ટેટ ડીરેક્ટર), શ્રી સી.એન. ડામોર (સ્ટેટ જનરલ સેક્રેટરી), મુખ્ય મહેમાન શ્રી ભરતભાઇ પરમાર (ચેરમેન – ઇન્ડિયન રેડકોસ સોસાયટી, અરવલ્લી), શ્રીમતી લીલવતીબેન ગરાસીયા (ચેરમેન-સ્ટેટ શિક્ષણ પ્રભાગ), શ્રી અમીત પરમાર (પૂર્વ ઝોન ઇન્ચાર્જ), શ્રી કલ્પેશ પંડયા (ચેરમેન bbc, અરવલ્લી જીલ્લા), શ્રી પ્રવિણ પરમાર (મેનેજીંગ ડીરેકટર bbc, અરવલ્લી) શ્રીમતી ઉષાબેન રાઠોડ (મીડીયા ઇન્ચાર્જ, bbc, અરવલ્લી)
આમ ઉપરોક્ત સ્ટેટ લેવલ અને ડીસ્ટ્રીક્ટ લેવલના સર્વે મહાનુભાવો અને આમંત્રીત મુખ્ય મહેમાન ધ્વારા bbc વિશે તેની સ્થાપનાથી આજ સુધીની માહિતી અને તે શું કરશે તે વિશે માહિતગાર કર્યા હતા. મુખ્ય મહેમાનશ્રી ભરતભાઇ પરમારે નાના સમાજને સમૃદ્ધ કરવા એક વિચારથી જોડાઇ આ નવી યંગ ટીમને મોટીવેશન કર્યા હતા.
અરવલ્લી જીલામાંથી પધારેલ સંભવિત ડીરેક્ટરો અન્ય પદાધિકારીના પ્રશ્નો માટે ઓપન ફોરમ રાખવામાં આવી હતી. તેમાં જેમને મુંઝવણ ભર્યા પ્રશ્નો હતા તેની રજુઆત કરી તેના સ્ટેટ લેવલના પદાધિકારીઓ ધ્વારા સંતોષકારક જવાબ આપવામાં આવ્યા હતા મીટીંગનું સંચાલન હેતલબેન પંડયા ધ્વારા ખૂબ સરસ કરવામાં આવ્યું. આ મીટીંગમાં સ્ટેટ લેવલના ૫ (પાંચ) પદાધિકારીશ્રીઓ ૧ (એક) મુખ્યમહેમાન અને ૨૯ જીલાના સભ્યો કુલ ૩૫ વ્યક્તિઓ હાજર રહી મીટીંગને સફળ બનાવી હતી.
મીટીંગની પૂર્ણાહુતીમાં શ્રી પ્રવિણભાઇ પરમાર (મેનેજીંગ ડીરેકટર bbc, અરવલ્લી) ધ્વારા આભારવિધિ કરતા પહેલા આ બેંક “નાના માનવીની મોટી બેંક” સ્લોગન આપ્યું હતું. ત્યારબાદ તમણે જણાવ્યું હતું કે સ્ટેટ લેવલના પદાધિકારીઓ પધારી સર્વેને bbc વિશે ખૂબ સુંદર માહિતી અને માર્ગદર્શન પુરૂ પાડયું તે બદલ તેમનો આભાર માન્યો હતો. બીબીસી અરવલ્લી જીલ્લાના ચેરમેન સંભવિત પદાધિકારીઓ ડીરેક્ટરો સમયસર આવી મીટીંગને સફળ બનાવી તેમનો આભાર માન્યો હતો. મીટીંગ માટે સતત બે દિવસથી કાર્યરત રહેતા વિજયભાઇ ચૌહાણ, હેમંતભાઇ વણકર, હિમાંશુભાઇ દવે, પ્રો. ઉષાબેન રાઠોડ, હેતલબેન પંડયા તેમનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. અને છેલ્લે આ મીટીંગમાં પ્રોફેશનલ ડાયરી-પેન ગીફ્ટ સ્વરૂપે આપવામાં આવી હતી તેવા અમીતભાઇ પરમાર (પૂર્વ ઝોન ઇન્ચાર્જ) અને શ્રી જ્ઞાનગંગા ટ્રસ્ટ, મોટી સરસણ ના પ્રમુખશ્રી અમીત પરમારનો વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ફક્ત બે દિવસમાં ૧૦ દર્દીઓની લીથોટ્રીપ્સીથી ઓપેરેશન વગર પથરીની સારવાર કરાઇ

અમદાવાદ, સંજીવ રાજપૂત: સિવિલ હોસ્પિટલમાં પેઇનલેસ પથરી ની સારવાર ઉપલબ્ધ થઈ છે…

તપાસ નો ધમધમાટ શરૂ: રૂ.3:38 લાખ ના સીસી રોડ ના કામ માં ભ્રસ્ટાચાર બાબતે થયેલ છે ગાંધીનગર લેખિતમાં રજુઆત

એબીએનએસ, રાધનપુર: રાધનપુરના રહેણાંક વિસ્તારો વિકાસ થી વંચીત રાખી બિલ્ડરો ને…

1 of 562

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *