Breaking NewsLatest

ભારતીય વાયુ સેના દ્વારા અમદાવાદમાં સાબરમતી રીવરફ્રન્ટ ખાતે ‘આઝાદીનો અમૃત મહોત્સવ બેન્ડ કોન્સર્ટ’નું આયોજન કરવામાં આવ્યું હતું.

અમદાવાદ: ભારતીય વાયુ સેના દ્વારા 04 ઑગસ્ટ 2021ના રોજ અમદાવાદમાં સાબરમતી રીવરફ્રન્ટ ખાતે ‘આઝાદીનો અમૃત મહોત્સવ બેન્ડ કોન્સર્ટ’નું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રગતિશીલ ભારતની સ્વતંત્રતાના 75 વર્ષ અને તેના લોકોના કિર્તીપૂર્ણ ઇતિહાસ, સંસ્કૃતિ અને સિદ્ધિઓની ઉજવણી કરવા અને તેને યાદગાર બનાવવા માટે આ કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શો કોવિડ મહામારી હોવા છતાં પણ લાખો ભારતીય નાગરિકો સાથે મજબૂત રીતે ઉભા રહીને તેમની સંભાળ લેનારા કોરોના યોદ્ધાઓને સમર્પિત કરવામાં આવ્યો હતો.

IAF બેન્ડમાં વૉરન્ટ ઓફિસર મનોરંજન ઠાકુરના નેતૃત્વમાં 25 મ્યુઝિશીયન શામેલ છે. આ બેન્ડ વાયુ યોદ્ધાઓ દ્વારા તેમના પ્રોફેશનમાં સહયોગ, સમન્વય, સિદ્ધાંતો અને પ્રતિબદ્ધતાનું પ્રતિક છે. IAF બેન્ડના મ્યુઝિશીયનોની ટીમ સાબરમતી નદીના કાંઠે મોટી સંખ્યામાં ઉપસ્થિત પ્રેક્ષકોને કર્ણપ્રિય શૌર્ય અને દેશભક્તિ ગીતો તેમજ ઇન્સ્ટ્રૂમેન્ટલ સંગીતથી મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ કાર્યક્રમ દરમિયાન કોવિડ યોદ્ધાઓના એક સમૂહનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.

દક્ષિણ પશ્ચિમ એર કમાન્ડ વડામથકના પ્રશાસનના વરિષ્ઠ ઓફિસર-ઇન-ચાર્જ એર વાઇસ માર્શલ રોહિત મહાજન, વાયુ સેના મેડલ, તેમજ નાગરિક અને સંરક્ષણ મહાનુભાવોએ પ્રેક્ષકગણમાં હાજરી આપીને પ્રસંગને શોભાવ્યો હતો અને બેન્ડના મોહક મ્યુઝિકનો આનંદ માણ્યો હતો.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 723

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *