Breaking NewsLatest

ભાવનગર : મોટા ખોખરા ગામનાં આર્મી જવાનના પાર્થિવ દેહને આજે રાષ્ટ્રીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો

માતૃભૂમિની રક્ષા કરતા વીર જવાન ના પાર્થિવ દેહને અંતિમ વિધિમાં દર્શન કરવા માટે પૂરું ગામ ઉમટી પડ્યું હતું, પુરા ગામમાં દેશભક્તિ નું વાતાવરણ છવાઇ ગયું હતું

ભાવનગર થી મોટા ખોખરા ગામના વતની વીર જવાન પરેશભાઈ નાથાણી નું ગઈકાલે આકસ્મિક રીતે હાર્ટ એટેક આવતા અવસાન થયું હતું, આ જવાન જમ્મુનાં 68 આર્મડ રેજિમેન્ટમાં ફરજ બજાવી રહ્યા હતા, થોડા દિવસ પહેલા જ બે મહિનાની રજા લઇ પરત ભાવનગરના મોટા ખોખરા ગામે પોતાના વતને આવ્યા હતા, તે દરમિયાન આર્મી જવાન નું અવસાન થતાં પુરા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું, વાણંદ સમાજ નું ગૌરવ એવા પરેશભાઈ નાથાણી ૧૭ વર્ષથી આર્મીમાં ફરજ બજાવી રહ્યા હતાં, માત્ર બે જ વર્ષ રિટાયરમેન્ટ ના બાકી રહ્યા હતા તે દરમિયાન હાર્ટએટેકનો હુમલો આવતા અવસાન થયું છે, આર્મી મેન જમ્મુનાં કાલુચક રજી મેન્ટમાં ફરજ બજાવી રહ્યા હતા પરિવારમાં એક દીકરો નમન ઉમર વર્ષ 8 અને એક દીકરી જીયા ઉંમર વર્ષ 4 તેમજ પરિવારમાં અન્ય સભ્યો એવા અવસાન થયેલ આર્મી જવાન ના મોટા ભાઈ પણ પાનાગઢ વેસ્ટ બેંગાલમાં દેશના સીમાડાની રક્ષા કરી રહ્યા છે, આર્મી જવાન પરેશભાઈ નાથાણીના પાર્થિવ દેહને આજે મોટા ખોખરા ખાતે રાષ્ટ્રીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતાં યુવાનના અંતિમયાત્રામાં પુરુ ગામ જોડાયું હતું, આર્મી જવાન ના અવસાનથી પુરા ભાવનગરમાં શોકનું મોજું ફરી વળ્યું હતું, પરંતુ દુઃખની વાત એ છે કે માતૃભૂમિની રક્ષા કરતા આવા વિર યુવાનના અંતિમ સંસ્કારમાં ભાવનગરના એક પણ રાજકીય વ્યક્તિ જોડાયા ન હતા જે ખૂબ જ શર્મની વાત કહેવાય, દેશની બોર્ડર પર આવા વીર જવાનો ફરજ બજાવી રહ્યા હોવાથી આપણો દેશ સુરક્ષિત છે, માટે યુવાનો બલિદાન સાર્થક થાય તે માટે સન્માન આપવું તે આપણી ફરજ છે

રિપોર્ટર- વીપુલ બારડ ભાવનગર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

બાર કાઉન્સિલની ચૂંટણીમાં લોકચાહના મેળવતા ઉમેદવાર નરેન્દ્ર માધુ જીતની રેસમાં અગ્રેસરનો સમર્થકોનો દાવો..

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી દર પાંચ વર્ષે યોજાય…

1 of 748

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *