Breaking NewsLatest

ભિલોડાના રામપુરી ગામના આર્મી જવાનનું ટૂંકી માંદગી બાદ અવસાન ગાર્ડ ઓફ ઓનર આપી માદરે વતનમાં અંતિમ સંસ્કાર કરાયા

કપિલ પટેલ દ્વારા અરવલ્લી
– જવાન પંજાબ રાજ્યના પઠાણકોટ વિસ્તારમાંમાં ભોમની રક્ષા કરવા માટે છેલ્લા ઘણા વર્ષોથી બજાવતા હતા ફરજ
– આર્મી જવાનના માતા – પિતા, પત્ની, બે – પુત્રી અને એક – પુત્રએ ભારે હૈયે અંતિમ વિદાય આપી

અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકાના અંતરિયાળ ડુંગરાળ વિસ્તારમાં આવેલ ખોબા જેવડા રામપુરી ગામના આર્મી જવાનનું ટૂંકી માંદગી બાદ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન અવસાન થયેલ છે. આર્મી જવાનના માદરે વતન રામપુરી ગામમાં આર્મી જવાનનો મૃતદેહ લવાયો હતો.પરીવારજનો, સગાં-સબંધી અને ગ્રામજનો આર્મી જવાનના અંતિમ સંસ્કાર વિધિમાં મોટી સંખ્યામાં જોડાયા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના રામપુરી ગામના 44 વર્ષીય અસારી દિનેશભાઈ બહેચરભાઈ , આર્મીમાં (આર્મી સપ્લાય ડિપાર્ટમેન્ટ) હવાલદારની પોસ્ટ પર પંજાબ રાજ્યના પઠાણકોટ વિસ્તારમાંમાં ભોમની રક્ષા કરવા માટે છેલ્લા ધણા વર્ષોથી ફરજ બજાવતા હતા. તાજેતરમાં માદરે વતનમાં રજા પર ઘરે આવ્યા હતા. અરવલ્લી જીલ્લા પંચાયત સદસ્ય , સામાજિક આગેવાન સુભાષભાઈ તબીયાર સહિત ગ્રામજનોએ જણાવ્યું હતું કે, આર્મી જવાનનું હોસ્પિટલમાં સારવાર દરમ્યાન તેઓનું ટૂંકી માંદગી બાદ અવસાન થયેલ હોય આર્મી જવાનનું આર્મીના પ્રોટોકોલ મુજબ ગાર્ડ ઓફ ઓનર આપી, સાથે – સાથે સામાજીક રીતી – રીવાજો મુજબ અંતિમ સંસ્કાર વિધિ કરાઈ હતી. રામપુરી, ટોરડા ગામ સહિત આજુ – બાજુના ગ્રામ્ય વિસ્તારોમાં ગમગીની છવાઈ ગઈ હતી. આર્મી જવાનના માતા – પિતા, પત્ની, બે – પુત્રી અને એક – પુત્રએ ભારે હૈયે વિલાપ કરતા ચોંધાર આંસુએ પોક મૂંકીને હૈયાફાટ રૂદન કરતા જોઈને ઉપસ્થિત સગાં – સંબંધીઓ , ગ્રામજનો સહિત સૌ-કોઈની આંખોમાંથી અશ્રુઓની ધારા વહી રહી હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જૂનાગઢ જિલ્લામાં માર્ગ મકાન વિભાગ હેઠળના ૧૦ કિલોમીટરના રસ્તાઓના રીપેરીંગની કામગીરી હાથ ધરવામાં આવી

જૂનાગઢ, સંજીવ રાજપૂત: જૂનાગઢ ધોરાજી રોડ, ધંધુસર રવની રોડ, વંથલી માણાવદર રોડ,…

જામનગરમાં પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી અને જીનિયસ ક્લબના સંયુક્ત ઉપક્રમે મહિલા સ્વરક્ષણ તાલીમનું આયોજન કરાયું

જામનગર, સંજીવ રાજપૂત: પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ જામનગરમાં…

1 of 727

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *