અમદાવાદ: ઈદના અને પરશુરામ જયંતીના પર્વ નિમિત્તે સરખેજમાં શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી. હિન્દૂ અને મુસ્લિમ સમાજના અગ્રણીઓ બેઠકમાં રહ્યા હાજર. ઈદના તહેવારમાં મસ્જિદમાં ભીડ ભેગી ન થાય તેની પોલીસે આપી સમજ. કોરોના કાળમાં તમામ ધર્મ સ્થાનો બંધ હોવાથી ઇદમાં પણ મસ્જિદ બંધ રહે તેવું કર્યું સૂચન. મૌલાના અને સરખેજ રોજના ટ્રસ્ટી તમામને ખાસ કરાઈ સૂચના. સરખેજમાં આવેલી તમામ 30 મસ્જિદ બહાર રહેશે પોલીસ બંદોબસ્ત. સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થશે તો પોલીસ કરશે કાયદેસરની કાર્યવાહી.. પોલીસ પણ પ્રજાના સ્વાસ્થ્ય અંગે કરે છે ચિંતા..

















