કપિલ પટેલ દ્વારા અરવલ્લી
આજે તારીખ 06/04/2022 ને બુધવાર ના રોજ પીપરાણા પ્રા. શાળાની ૮૫મી વર્ષગાંઠ, ધોરણ 8 નો વિદાય સમારંભ અને ભા.જ.પા. નો ૪૫મો સ્થાપના દિન ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવ્યો. આ કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને સ્વાગત ગીત થી કરવામાં આવી, તમામ ઉપસ્થિત મહેમાનનું સ્વાગત તેમજ શાળા વિકાસમાં સહયોગ કરનાર દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું. ત્યાર બાદ સંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવ્યા, શાળાના તમામ બાળકોને શાળામાંથી પ્રોત્સાહક ઇનામ આપ્યું, સમય દાન આપનાર 1. ઉમંગભાઈ પંચાલ 2. વિશાલભાઈ પટેલ 3. કાર્તિકભાઈ પંચાલ 4. અનિલભાઈ પરમાર 5. નિધીબેન પટેલ વગેરેને પ્રમાણપત્ર તથા ગીફ્ટ આપવામાં આવી, ધોરણ-૮ના બાળકોને પૂર્વ જૂથમંત્રીશ્રી ગીરવતસિંહ પરમાર દ્વારા પેડ પેન આપવામાં આવ્યાં અને વિશિષ્ઠ કામગીરી કરનાર જૂથના શિક્ષકો ઇલાબેન અસારી, સતીશભાઈ પટેલ અને મિત્તલબેન ને પ્રમાણપત્ર તથા ગીફ્ટ આપી સન્માન કરવામાં આવ્યું અને ધોરણ 1 થી 10 ના તમામ પ્રતિભાશાળી બાળકોને કનુભાઈ પટેલ દ્વારા શિલ્ડ આપવામાં આવ્યા. મંડળ ના મંત્રી શ્રી અમરીશભાઈ પંડ્યા દ્વારા સંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ બાળકોને પ્રોત્સાહક ઇનામ આપવાની જાહેરાત કરવામાં આવી. જીલ્લા પંચાયત સદસ્ય શ્રી નિર્ભયસિંહ રાઠોડ, તાલુકાપંચાયત સદસ્યા વતી સુરેશભાઈ પટેલ, પૂ.સરપંચશ્રી બહાદુરસિંહ રાઠોડ, સીઆરસી શ્રી રમેશભાઇ ડી પ્રજાપતિ, જુથમંત્રીશ્રી રમણભાઇ પટેલ પ્રાથમિક અને માધ્યમિક શાળા નો સમગ્ર સ્ટાફ, SMC, વાલીઓ તેમજ દાતાશ્રીઓ તથા જૂથના આચાર્યશ્રીઓ ની ઉપસ્થિતિમાં કાર્યક્રમ સફળતા પૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો. સુરેન્દ્રસિંહ રાઠોડ દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી. આજના દિવસે ગીતાબેન પંડ્યા દ્વારા સ્વ.ભાસ્કરભાઇના સ્મરણાર્થે, બિપીનચંદ્ર ભોગીલાલ પંડ્યા, સંજયભાઈ પી ત્રિવેદી, અને મહેશભાઈ પરમાર દ્વારા દાનની જાહેરાત કરવામાં આવી. બાળકોને નિર્ભયસિંહ રાઠોડ તથા શાળા દ્વારા તિથીભોજન આપવામાં આવ્યું. રાહુલભાઈ તથા અંકીતભાઈ પ્રજાપતિ દ્વારા તમામને નાસ્તો આપવામાં આવ્યો. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન પુષ્પાબેન પટેલ તથા કૌશિકભાઇ પ્રજાપતિ દ્વારા સફળતા કરવામાં આવ્યું.