Breaking NewsLatest

મિલિટરી સ્ટેશન ખાતે મહિલા સશક્તિકરણ પ્રોજેક્ટ ‘સમૃદ્ધિ’નું ઉદ્ઘાટન કરતા મોનીકા વાધવા

અમદાવાદ: ગોલ્ડન કટાર પરિવાર કલ્યાણ સંગઠનના ચેરપર્સન શ્રીમતી મોનિકા વાધવા દ્વારા ધ્રાંગધ્રા મિલિટરી સ્ટેશન ખાતે 14 ફેબ્રુઆરી 2022ના રોજ મહિલા સશક્તિકરણ માટેના અગ્રેસર પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટ અંતર્ગત કાપડ મંત્રાલયના ‘સમર્થ’ પ્રોજેક્ટ હેઠળ તાલીમ અને ઉત્પાદન કેન્દ્ર ઉભું કરવામાં આવ્યું છે.

હાલમાં સેવા આપી રહેલા ત્રીસ જવાનોની ધર્મપત્નીને બે મહિના સુધી સાદડી/રજાઇ વણાટ માટેની તાલીમ આપવામાં આવશે. આ મહિલાઓ માટે કારીગર કાર્ડ્સ તૈયાર કરવામાં આવ્યા હતા અને શ્રીમતી મોનિકા વાધવા દ્વારા આ કાર્ડ્સ તમામ ત્રીસ તાલીમાર્થી મહિલાઓમાં વિતરિત કરવામાં આવ્યા હતા.

શ્રીમતી મોનિકા વાધવાએ આ પ્રસંગે સંબોધન દરમિયાન મિલિટરી સ્ટેશન દ્વારા હાથ ધરવામાં આવેલા પ્રયાસોની પ્રશંસા કરી હતી અને તમામ સહભાગી મહિલાઓને તેમના પરિવારની આવકમાં વૃદ્ધિ કરવા માટે તેમનું કૌશલ્ય ખીલવવામાં અને વિકસાવવામાં આ અનન્ય તકનો લાભ લેવા માટે પ્રોત્સાહિત કરી હતી. ધ્રાંગધ્રા મિલિટરી સ્ટેશન ખાતે શરૂ કરવામાં આવેલા મહિલા સશક્તિકરણ પ્રોજેક્ટ ‘સમૃદ્ધિ’થી મહિલાઓના સશક્તિકરણમાં લાંબાગાળાના લાભો થશે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખ માંડવિયાએ રાજકોટમાં ‘સ્વદેશોત્સવ – ૨૦૨૫’ નું વિમોચન કર્યું:

આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત તરફ એક મજબૂત પહેલ રાજકોટ: આત્મનિર્ભર ભારતના…

1 of 735

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *