Breaking NewsLatest

મેઘરજ તાલુકા ના વન વિભાગના બીટગાર્ડ ની ચાંડાલ ચોકડી ખેડૂતો ને હેરાન પરેશાની કરી તોડ કરવા પેધા પડેલા કર્મચારીઓ ને સરકાર સબક શીખવાડે તેવી ખેડૂતો ની માંગ

મેઘરજ તાલુકા માં કેટલાક બીટગાર્ડઓ દ્વારા પોતાના સેજા સિવાય ના વિસ્તારો અને પોતાના સેજાઓ માં આવતા ખેડૂતો ના ટ્રેકટેરો દ્વારા ખેડાણ પોતાની જમીનો માં કરતા હોવા છતાં ડરાવી ધમકાવી અને મારઝૂડ કરી રીતસર ના તોડ કરતા હોવાની ફરિયાદો ઉઠી છે અને આ ચાંડાલ ચોકડી થી આદિવાસી જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે કેટલાક વિશ્વસનીય સૂત્રો માંથી મળેલી માહિતી મુજબ ગત રોજ મેઘરજ તાલુકાના ધાધિયા ગામના વિસ્તાર ના એક ખેડૂત સરકારી કામ અર્થે ગોચરમાંથી પથ્થરો ભરી ટેકટર જતું હતું ત્યારે ટેકટર ને રોકવી વાસ્તુપાસ નથી તમે કેમ પથ્થરો ભરી લઈ ને નીકળ્યા કહી ખેડૂતોને હેરાન પરેશાન કરતા હતા અને જો ખેડૂત ગુન્હેગાર હતો તો કાયદેસરની કાર્યવાહી કેમ કરી નથી અને ટેકટર ખાડીવાવ ના રસ્તે લઈ ગયા અને ખેડૂત પાસે જાણકારો ના જણાવ્યા મુજબ 25000 થી વધુ રૂપિયાનો તોડ કરી છોડી મૂક્યું હતું છેલ્લા કેટલાક વર્ષો થી એક ની એકજ રેન્જ અને બીટ માં નોકરી કરતા આ ત્રણ ચાર કર્મચારીઓ ની ચાંડાલ ચોકડી રોજ ની એક લાખ રૂપિયા ની પ્રેકટીસ કરતા હોવાની જાણકારો જણાવી રહ્યા છે એટલુંજ નહિ તેમની સંપત્તિ માં પણ કરોડો ની બનાવી દીધી આલીશાન લકઝરીયાસ મોંઘીદાટ ગાડીઓ પણ ધરાવે છે આદિવાસી ભોળી જનતા ને હેરાન પરેશાન કરવા નું જો આમ ને આમ ચાલશે તો આવનારી વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો મોટી અસરો થશે આદિવાસી જનતા ને આ ટોળકી રીતસર ના હેરાન પરેશાન કરી રહ્યા છે ગત વર્ષે એક જેસીબી દ્વારા પોતાની માલિકી ની જમીન માં કામ કરતું ત્યારે આ ટોળકીએ પકડી લીધું હતું તેમાં એક લાખ જેટલો તોડ કરેલો જે અંગે ભાજપ ના અરવલ્લી જિલ્લા કક્ષાના હોદ્દેદાર ને જાણ કરતા તેમની મધ્યસ્થી થતાં રૂપિયા પાછા આપવા પડ્યા હતા આ ટોળી દ્વારા ઉચ્ચતર સુધી હપ્તા પહોચતા કરતા હોય છે જેઠી તેમનું કોઈ કશું બગાડી શકવા નું નથી જાવ જ્યાં જવું હોય ત્યાં તેવું પણ ખેડૂતો ને જણાવી રહ્યા છે ડી એફ ઓ તેમજ રેન્જ ફોરેસ્ટર અધિકારી અને કંજરવેટર ફોરેસ્ટ અધિકારી અને વનમંત્રી સુધી અમારી પહોંચ છે તમે જાણો છો ને અમો કેટલા વર્ષો થી આજ વિસ્તારમાં નોકરી કરીએ છીએ આતો આમજ ચાલશે લાવો પૈસા નહિતર તમને અને તમારી મશીનરી સળી જશે કોઈ નહિ છોડાવી શકે આમ ધમકાવી રૂપિયા પડાવતા હોવાની ચર્ચાઓ જોર પકડી છે હવે જોવું રહ્યું કે આ ચાંડાલ ચોકડી ને રાજ્ય સરકાર અને વન વિભાગ ના અધિકારીઓ પ્રામાણિક તપાસ કરી કડક કાર્યવાહી કરશે કે હોતી હૈ ને ચાલશે તે જોવું રહ્યું કિસાનો ના સંઘઠન દ્વારા આંદોલન પણ થઈ શકે તેવા સુર પણ સંભળાય છે કિસાનો ની મદદ કરશે કે કેમ તે પણ જોવું રહ્યું

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

લાખો રૂપિયા ના ખર્ચ કુંભારીયા નો નવીન બનેલો રોડ બેસી ગયો, ભ્રષ્ટ કોન્ટ્રાકટર ને બ્લેકલીસ્ટ કરવાની જરૂર?

હાલમા ગુજરાતમા વિકાસ જોરદાર ચાલી રહ્યો છે અને આખા ગુજરાતના ખૂણેખૂણે સુધી વિકાસના…

અંબાજી – “તલાવડી” ની જગ્યા પર વર્ષો પહેલા ઊભા કરાયેલ દબાણો દૂર કરવા માં નિષ્ફળ નીવડતી અંબાજી ગ્રામ પંચાયત……!!!

વર્ષ ૨૦૦૫ માં સોમાભાઈ ખોખરીયા ના સરપંચ પદ વખતે દબાણો દૂર કરવા નો ઠરાવ પસાર થવા…

સંરક્ષણ મંત્રાલયના ભૂતપૂર્વ સૈનિકો કલ્યાણ વિભાગના પુનર્વસન મહાનિર્દેશાલય દ્વારા રોજગાર મેળો યોજાયો

અમદાવાદ, સંજીવ રાજપૂત: સંરક્ષણ મંત્રાલયના ભૂતપૂર્વ સૈનિકો કલ્યાણ વિભાગના…

1 of 730

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *