મેઘરજ તાલુકા માં કેટલાક બીટગાર્ડઓ દ્વારા પોતાના સેજા સિવાય ના વિસ્તારો અને પોતાના સેજાઓ માં આવતા ખેડૂતો ના ટ્રેકટેરો દ્વારા ખેડાણ પોતાની જમીનો માં કરતા હોવા છતાં ડરાવી ધમકાવી અને મારઝૂડ કરી રીતસર ના તોડ કરતા હોવાની ફરિયાદો ઉઠી છે અને આ ચાંડાલ ચોકડી થી આદિવાસી જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે કેટલાક વિશ્વસનીય સૂત્રો માંથી મળેલી માહિતી મુજબ ગત રોજ મેઘરજ તાલુકાના ધાધિયા ગામના વિસ્તાર ના એક ખેડૂત સરકારી કામ અર્થે ગોચરમાંથી પથ્થરો ભરી ટેકટર જતું હતું ત્યારે ટેકટર ને રોકવી વાસ્તુપાસ નથી તમે કેમ પથ્થરો ભરી લઈ ને નીકળ્યા કહી ખેડૂતોને હેરાન પરેશાન કરતા હતા અને જો ખેડૂત ગુન્હેગાર હતો તો કાયદેસરની કાર્યવાહી કેમ કરી નથી અને ટેકટર ખાડીવાવ ના રસ્તે લઈ ગયા અને ખેડૂત પાસે જાણકારો ના જણાવ્યા મુજબ 25000 થી વધુ રૂપિયાનો તોડ કરી છોડી મૂક્યું હતું છેલ્લા કેટલાક વર્ષો થી એક ની એકજ રેન્જ અને બીટ માં નોકરી કરતા આ ત્રણ ચાર કર્મચારીઓ ની ચાંડાલ ચોકડી રોજ ની એક લાખ રૂપિયા ની પ્રેકટીસ કરતા હોવાની જાણકારો જણાવી રહ્યા છે એટલુંજ નહિ તેમની સંપત્તિ માં પણ કરોડો ની બનાવી દીધી આલીશાન લકઝરીયાસ મોંઘીદાટ ગાડીઓ પણ ધરાવે છે આદિવાસી ભોળી જનતા ને હેરાન પરેશાન કરવા નું જો આમ ને આમ ચાલશે તો આવનારી વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો મોટી અસરો થશે આદિવાસી જનતા ને આ ટોળકી રીતસર ના હેરાન પરેશાન કરી રહ્યા છે ગત વર્ષે એક જેસીબી દ્વારા પોતાની માલિકી ની જમીન માં કામ કરતું ત્યારે આ ટોળકીએ પકડી લીધું હતું તેમાં એક લાખ જેટલો તોડ કરેલો જે અંગે ભાજપ ના અરવલ્લી જિલ્લા કક્ષાના હોદ્દેદાર ને જાણ કરતા તેમની મધ્યસ્થી થતાં રૂપિયા પાછા આપવા પડ્યા હતા આ ટોળી દ્વારા ઉચ્ચતર સુધી હપ્તા પહોચતા કરતા હોય છે જેઠી તેમનું કોઈ કશું બગાડી શકવા નું નથી જાવ જ્યાં જવું હોય ત્યાં તેવું પણ ખેડૂતો ને જણાવી રહ્યા છે ડી એફ ઓ તેમજ રેન્જ ફોરેસ્ટર અધિકારી અને કંજરવેટર ફોરેસ્ટ અધિકારી અને વનમંત્રી સુધી અમારી પહોંચ છે તમે જાણો છો ને અમો કેટલા વર્ષો થી આજ વિસ્તારમાં નોકરી કરીએ છીએ આતો આમજ ચાલશે લાવો પૈસા નહિતર તમને અને તમારી મશીનરી સળી જશે કોઈ નહિ છોડાવી શકે આમ ધમકાવી રૂપિયા પડાવતા હોવાની ચર્ચાઓ જોર પકડી છે હવે જોવું રહ્યું કે આ ચાંડાલ ચોકડી ને રાજ્ય સરકાર અને વન વિભાગ ના અધિકારીઓ પ્રામાણિક તપાસ કરી કડક કાર્યવાહી કરશે કે હોતી હૈ ને ચાલશે તે જોવું રહ્યું કિસાનો ના સંઘઠન દ્વારા આંદોલન પણ થઈ શકે તેવા સુર પણ સંભળાય છે કિસાનો ની મદદ કરશે કે કેમ તે પણ જોવું રહ્યું
મેઘરજ તાલુકા ના વન વિભાગના બીટગાર્ડ ની ચાંડાલ ચોકડી ખેડૂતો ને હેરાન પરેશાની કરી તોડ કરવા પેધા પડેલા કર્મચારીઓ ને સરકાર સબક શીખવાડે તેવી ખેડૂતો ની માંગ
Related Posts
UGVCL એ અંબાજી હોસ્પિટલને આધુનિક મેડિકલ સાધનો આપ્યા: CSR અંતર્ગત ડિજિટલ એક્સ-રે અને C-ARM મશીન ફાળવાયા
ઉત્તર ગુજરાત વિજ કંપની લિમિટેડ (UGVCL) દ્વારા અંબાજીની આદ્યશક્તિ જનરલ હોસ્પિટલને…
ઊંઝામાં ખોરાક – ઔષધ નિયમન તંત્ર ની મોટી કાર્યવાહી: કલર ભેળવેલી ૩,૫૪૮ કિ.ગ્રા વરિયાળી અને ૧૪૦ કિ.ગ્રા લીલા કલરનો રૂ.૩.૩૦ લાખનો જથ્થો જપ્ત
નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારા ભેળસેળિયા તત્વો સામે આરોગ્ય રાજ્ય મંત્રી…
હાઈવે પર જોખમી રીતે ટ્રક ઊભી રાખનાર ચાલકને આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાએ રંગેહાથ ઝડપ્યો: પોલીસ બોલાવી દંડ ફટકાર્યો
કામરેજ વિધાનસભાના ધારાસભ્ય અને રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાની…
ખેતીકામ માટે ખેડૂતોને પૂરતા અને સમયસર ડીઝલ પુરવઠો પૂરો પાડવા માંગ
અખિલ ભારતીય કોળી સમાજના પ્રદેશ મહામંત્રી રસિક ચાવડાની કેન્દ્રીય મંત્રીશ્રીને…
વિશ્વવિખ્યાત રાણીની વાવની મુલાકાત લેતા કેન્દ્રીય પ્રત્યક્ષ વેરા બોર્ડ (CBDT) ના સભ્ય શ્રીમતી મોના સિંહ
પાટણ. એબીએનએસ. અનિલ રામાનુજ : કેન્દ્રીય પ્રત્યક્ષ વેરા બોર્ડ (CBDT), નવી…
સ્ટેચ્યૂ ઓફ યુનિટી આસપાસના 1000 આદિવાસી પરિવારો બનશે ગેસમાં આત્મનિર્ભર
ડાંગ , રાજેશ પવાર, એબીએનએસ: વિશ્વપ્રસિદ્ધ સ્ટેચ્યૂ ઓફ યુનિટી આસપાસ રહેતા 1000…
વન્ય પ્રાણીઓની તરસ છિપાવવા જામનગર વન વિભાગની સંવેદનશીલ પહેલ
ભારે ગરમીમાં વન્યજીવો માટે બનાવેલ ૨૩ કૃત્રિમ વોટરપોઈન્ટ બન્યા આશીર્વાદરૂપ…
ભાણવડ તાલુકાના હાથલા ખાતે તા.૧૬મી મે ના રોજ શનિ જયંતિની ઉજવણી કરાશે
દેવભૂમિ દ્વારકા, જયદીપ લાખાણી: રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ અને જિલ્લા વહીવટી…
ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સમિટ-2026ની સૌપ્રથમ પ્રિ-ઇવેન્ટનો મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલ માધ્યમથી પ્રારંભ કરાવ્યો
જજનગઢ, સાસણ ગીર, ધ્રુવ ચુડાસમા, એબીએનએસ: કેન્દ્રીય વન પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર…
ભાવનગર-સોમનાથ હાઇવે પર પેટ્રોલ-ડીઝલ ભરેલા ટેન્કરમાં આગ, મોટી દુર્ઘટના ટળી
અમરેલી/રાજુલા, યોગેશ કાનાબાર, એબીએનએસ: ભાવનગર-સોમનાથ હાઇવે પર રાજુલા નજીક છતડીયા…
















