કપિલ પટેલ દ્વારા અરવલ્લી
મોડાસા ની જાણીતી શ્રી કે.એન.શાહ મોડાસા હાઇસ્કૂલ માં ધો-૧૦ અને ધો-૧૨ સામાન્ય અને સાયન્સ પ્રવાહના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારોહ યોજાયો.
આ પ્રસંગે સમીરભાઈ પટેલે આચાર્યશ્રી, સરકારી માધ્યમિક શાળા આગવા અંદાજમાં વિદ્યાર્થીઓને બોર્ડ પરીક્ષા માટે ઉપયોગી વાતો કરી માર્ગદર્શન આપ્યું. કે.આર.ખાંટ, શાળાના પૂર્વ સુપરવાઈઝર અને ડૉ.પ્રીતિ ચંપાવત, શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને સ્ત્રીરોગ નિષ્ણાંતે પણ પોતાના અનુભવો વર્ણવી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપી શુભેચ્છા પાઠવી હતી.
આ પ્રસંગે બાળકોને આશીર્વચન આપવા મોડાસા કેળવણી મંડળના પ્રમુખશ્રી બિપીન ર.શાહ, મોડાસા કેળવણી મંડળના સૌ પદાધીકારીશ્રીઓ, અને જતીનભાઈ સોની શાળાના પૂર્વ વિદ્યાર્થી, શાળાના આચાર્યશ્રી મનીષકુમાર આઈ. જોષી અને સમગ્ર સ્ટાફ પરિવાર ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને આગામી બોર્ડ પરીક્ષા માટે આશીર્વચન અને શુભેચ્છા પાઠવી હતી.
શુભેચ્છા સમારોહ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ અને શિક્ષકોએ પોતાના પ્રતિભાવો આપ્યા હતા. કાર્યક્રમના અંતે આઈસ્ક્રીમ ખાઈને મો મીઠું કર્યું હતું. સાથે સાથે વિદ્યાર્થીઓની શાળા સાથેની યાદોને ચિરસ્મરણીય કરતો ગ્રુપ ફોટો પણ લેવામાં આવ્યો હતો.