Breaking NewsLatest

મોડાસા Apmc માં વેપારીઓ દ્વારા વજન કાંટામાં ગોલમાલ કરી ખેડૂતો સાથે ઉઘાડી લૂંટ

ખેડૂતોને લુંટવાનો વેપારીઓને પરવાનો,સત્તાધીશો મોન

ખેડુત એકતા મંચ દ્વારા શેષ કૌભાડ બાદ વધુ એક ધડાકો

તોલમાપ ઓફિસને તાળાં,બહાર દારૂની ખાલી બોટલ
કપિલ પટેલ દ્વારા અરવલ્લી

અરવલ્લી જિલ્લાની મોડાસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ એટલે વિવાદોનું બીજું નામ.આ સંસ્થા ખેડૂતોની છે પરંતુ અહી ખેડૂતો જ લૂંટાઈ રહ્યા છે.પહેલા કરોડોમાં શેષ કૌભાડ આચરવામાં આવ્યું અને હવે ખેડૂતો સાથે વજન કાંટા માં ગોલમાલ કરી ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી છે.અરવલ્લી જિલ્લાના એક જાગૃત ખેડૂત મોડાસા Apmc માં પોતાનો માલ લઈને ગયા હતા જ્યાં ખેડૂત દ્વારા પહેલા હરિઓમ પેઢી ધરાવતા વેપારીના ત્યાં વજન કાંટા માં વજન કરાવ્યું હતું જેમાં વજન ઓછું થયું હોવાનું સામે આવતા ખેડૂત ચોકી ઉઠ્યો હતો.ખેડૂત ને શંકા જતા અન્ય વેપારીને ત્યાં ફરી વજન કરવામાં માટે પહોંચ્યો હતો જ્યાં ખેડૂત દ્વારા વજન કરવામાં આવતા મોટો તફાવત સામે આવ્યો હતો.પહેલા હરિઓમ પેઢી ધરાવતા વેપારીના ત્યાં કરાવેલા વજન માં 2560 કિલો નેટ વજન આવ્યું હતું જ્યારે અન્ય એક વેપારીને ત્યાં વજન કરાવતા 3400 કિલો વજન આવ્યું હતું.બંને કાંટા પર કરવામાં આવેલાં વજનમાં 840 કિલો નો મોટો તફાવત સામે આવ્યો હતો જેને લઇ ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે.વેપારીઓ દ્વારા ખુલ્લેઆમ ખેડૂતોની લૂંટ ચલાવવામાં આવી રહી હોવાછતાં કૌભાંડીઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી રહી.જેને લઇ ખેડૂત એકતા મંચ ના અગ્રણીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મોડાસા Apmc માં ખેડૂતો સાથે ઉઘાડી લૂંટ થઈ રહી છે તેના જવાબદાર માત્ર ને માત્ર સત્તાધીશો છે.તેમની રહેમ નજર હેઠળ વેપારીઓ ખેડૂતોને લૂંટી રહ્યા છે તે ફરી એકવાર સાબિત થયું છે.એક ખેડૂત પાસેથી 800 કિલો કરતા વજન મારી લેવામાં આવે છે જે અંદાજ પ્રમાણે રોજનું લાખ્ખો રૂપિયાની ઉઘાડી લૂંટ મોડાસા માર્કેટ યાર્ડમાં કરવામાં આવિ રહી છે.આવા વેપારીઓનું તાત્કાલિક લાઇસન્સ રદ કરી તેમનું લાઇસન્સ બ્લેક લિસ્ટ કરવામાં આવે તેવી ખેડૂત એકતા મંચ માંગ કરે છે.સાથેજ જે વજન ઘટ આવી છે તેની ભરપાઈ વેપારી પાસેથી કરી તે નાણાં તાત્કાલિક ખેડૂતને ચૂકવવામાં આવે અને મોડાસા Apmc માં આવેલા તમામ કાંટાઓ ની તપાસ કરવામાં આવે.સાથેજ માર્કેટ યાર્ડ મોડાસા દ્વારા પોતાનો એક વજન કાંટો શરૂ કરવામાં આવે જેથી ખેડૂતોને લૂંટાતા બચાવી શકાય.

સમગ્ર કૌભાડ ને લઈ
મોડાસા તોલમાપ ઓફિસની તપાસ કરવામાં આવી ત્યારે તોલમાપ ઓફિસની બહાર ચાલુ દિવસે તાળાં મારેલા હતા અને અધિકારીઓ ગાયબ હતા.ચાલુ દિવસે ઓફિસે તારા જોઈ ખેડૂતો ચોકી ઉઠયા હતા.ત્યારે હવે સવાલ એ થાય છેકે એક તરફ ખેડૂતો પાસે વજન માં લૂંટ કરવામાં આવે છે.અને તેને લઈ મોડાસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા કોઈ કાર્યવાહી પણ નથી કરવામાં આવી રહી.જ્યારે બીજી બાજુ ન્યાય ની આશા જેના પર છે તે તોલમાપ ઓફિસ બંધ હતી અને તોલમાપ અધિકારી દ્વારા ઉડાઉ જવાબ આપી વાત નકારી દીધી હતી જેને લઇ અંતે અરવલ્લી જિલ્લા કલેકટરને સમગ્ર બાબતની જાણ કરતા કલેકટર દ્વારા ન્યાયની આશા આપવામાં આવી છે.ત્યારે હવે જીવનું એ રહે છેકે સાચા અર્થમાં તપાસ થાય છે કે પછી અરવલ્લી ખેડૂતો લૂંટાતા જ રહે છે

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 723

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *