Breaking NewsLatest

યાત્રાધામ અંબાજી ખાતે કેન્દ્રીય રાજ્ય મંત્રીશ્રી અશ્વિનીકુમાર ચોબે એ ભક્તિભાવપૂર્વક માતાજીના દર્શન કર્યા

ગુજરાતના સ્થાપના દિવસ નિમિત્તે કેન્દ્રીય મંત્રીશ્રીએ અંબાજી માંગલ્યવન  ખાતે વૃક્ષારોપણ કર્યું

        શક્તિ, ભકિત અને આસ્થાના ત્રિવેણી સંગમ સમાન વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે કેન્દ્રીય વન અને પર્યાવરણ, ક્લામેન્ટ ચેન્જ તથા ગ્રાહકોની બાબતોના રાજ્ય મંત્રીશ્રી અશ્વિનીકુમાર ચોબે એ  ભક્તિભાવપૂર્વક માતાજીના દર્શન અને પૂજા અર્ચના કરી હતી ત્યારબાદ મંત્રીશ્રીએ ગબ્બર પર્વત પર માતાજીના મૂળ પ્રાગટ્ય સ્થાન ગણાતા મંદિરે જઇ શીશ ઝુકાવી આશિર્વાદ મેળવ્યા હતા.


કેન્દ્રીય મંત્રીશ્રીનું શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા કલેક્ટરશ્રી આનંદ પટેલે માતાજીનો ખેસ પહેરાવી સ્વાગત કર્યું હતુ. અંબાજી મંદિરના પુજારી દ્વારા માતાજીની ચુંદડી ઓઢાડીને તેમનું બહુમાન કરાયું હતુ.
આ પ્રસંગે કેન્દ્રીય રાજ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે ઘણાં વર્ષોથી મા અંબાના દર્શન કરવાની અદમ્ય ઈચ્છા હતી. આજે મા કા બુલાવા આવ્યા હોવાથી  દર્શન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. તેમણે કહ્યું કે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા યાત્રિકો માટે ખુબ સરસ વ્યવસ્થા કરવામાં આવી છે તેવી વ્યવસ્થા તમામ યાત્રાધામોમાં કરવામાં આવે તેવી આશા વ્યક્ત કરુ છુ. તેમણે કહ્યું કે મા અંબા સૌનું કલ્યાણ કરે, સૌને સુખી રાખે અને તંદુરસ્તી બક્ષે તે માટે માતાજીને પ્રાર્થના કરી છે. તેમણે ઉમેર્યુ કે, દેશના લોકો ભાઈચારા અને સદભાવનાના ભાવથી શક્તિશાળી રાષ્ટ્ર નિર્માણમાં સહભાગી બને તેવી પણ મા અંબાને પ્રાર્થના કરી છે.


ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ નિમિત્તે  યાત્રાધામ અંબાજી ખાતે કેન્દ્રીય રાજ્ય મંત્રીશ્રીએ  માંગલ્યવન ખાતે વૃક્ષારોપણ કર્યું હતું.
કેન્દ્રીય મંત્રીશ્રીની મુલાકાત  પ્રસંગે સાંસદશ્રી પરબતભાઇ પટેલ, શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ કલેક્ટરશ્રી આનંદ પટેલ, અગ્રણીઓ સર્વશ્રી ગુમાનસિંહ ચાૈહાણ, શ્રી માધુભાઇ રાણા, શ્રી રેખાબેન ખાણેસા, વન વિભાગના અધિકારીઓ સર્વશ્રી પરેશભાઇ ચાૈધરી, શ્રી અભયકુમાર, શ્રી પ્રકાશભાઇ ભુતડીયા સહિત અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

      અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભાવનગરમાં એસ.બી.આઇ ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થા દ્વારા ખેડૂતોને સસ્તી અને સરળ લોન અંગેનો વેબીનાર યોજાયો.

ભાવનગરમાં એસ.બી.આઇ ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થા અને લીડ બેન્ક દ્વારા ખેડૂતોને…

કુલ રૂ.૫૪,૦૦૦/-ના મુદ્દામાલ સાથે ત્રણ ઇસમોને પકડી પાડી ચોરીનો ગુન્હો શોધી કાઢતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી…

1 of 697

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *