કપિલ પટેલ દ્વારા અરવલ્લી
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના રાજેન્દ્રનગર ગામે આસ્થાના પ્રતીક સમા બાર બીજના ધણી કહેવાતા બાબા રામદેવપીરના ભવ્ય મંદિરે તૃતીય પાટોત્સવની ભારે ઉલ્લાસભેર ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વિશાળ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેના મુખ્ય યજમાનપદે ઉમિયાનગરકંપાના હિતેષભાઇ સી. પટેલ અને અલ્પેશભાઈ સી. પટેલ તથા યજ્ઞકુંડના યજમાનપદે શંકરભાઈ બી. પટેલ, શંકરભાઈ આર. પટેલ, રાજુભાઈ એસ. પટેલ, કૌશિકભાઈ કે. પટેલ, રાજેન્દ્રનગર અને જેઠાભાઈ આર. પટેલ, ગઢડાકંપા પદ શોભાવ્યું હતું. સવારે ગામના બચુગીરી ખેમગીરી ગોસ્વામીના ઘરેથી રામદેવપીરના વાહન એવા બે ઘોડાઓ સાથે ટેક્ટર દ્વારા ભવ્ય શોભાયાત્રા નીકળી હતી અને વાજતેગાજતે મંદિર પરિસરમાં સંપન્ન થઇ હતી. આ પ્રસંગે ભવિક ભક્તોએ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી દશૅન કરી ધન્યતા અનુભવી હતી અને મહાપ્રસાદનો લાભ લીધો હતો પાટોત્સવનુ સુંદર આયોજન હરિબાબા રામદેવ સેવા મંડળ, રાજેન્દ્રનગર તથા ગ્રામજનોના સહકારથી કરવામાં આવ્યું હતું. આ પાટોત્સવ અંતગર્ત ગામના વણઝારા સમાજનું વિશેષ યોગદાન રહ્યું હતું.