રિપોર્ટિંગ આનંદ ગુરવ સુરત..
રુસ અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ફસાયેલા ભારતના વિદ્યાર્થીઓને ભારત સરકાર દ્વારા ચાલી રહેલા ઓપરેશન ગંગા અંતર્ગત ભારતના તથા ગુજરાત સુરતના વિદ્યાર્થીઓને પોતાના વતન ઘરે પાછા લાવવામાં આવ્યા હતા. જેમાંથી સુરતના ગોડાદરા વિસ્તારમાં રહેતા વિદ્યાર્થીના ઘરે ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓ અને સુરત મહાનગરપાલિકાના શાસક પક્ષ નેતા અમિત રાજપૂતે શુભેચ્છા મુલાકાત લીધી હતી વિદ્યાર્થી શિવમ ઝાહએ ભારત સરકાર નું અભિવાદન કર્યું હતું અને જણાવ્યું હતું કે ભારતનો ધ્વજ લગાવ્યા બાદ અમારી બસને કોઈપણ તકલીફ થઈ ન હતી અને ભારત સરકાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી ના આભાર વ્યક્ત કર્યો હતો
















