કપિલ પટેલ દ્વારા અરવલ્લી
પુરસ્કારો અને પ્રશંસા એ વિદ્યાર્થીના જીવનની સિદ્ધિઓને યાદગાર બનાવી દે છે અને તેને હંમેશા નવા સોપાન સર કરવા માટે અદભુત શક્તિ અને ઉત્સાહ આપે છે. જે અંતર્ગત દરેક વર્ગના વિદ્યાર્થીઓનું શાળાના શિક્ષકો દ્વારા મૂલ્યાંકન કરવામાં આવ્યું અને વાલીના હસ્તે પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. એવોર્ડ શિસ્તબદ્ધતામાં શ્રેષ્ઠ (Most Disciplined student) માં પટેલ મો.અલી (એસેન્ટ) (Std: 7 ના વિધાર્થી) ને વાલીના હસ્તે પુરસ્કાર આપતા માતા સબિનાબેન – પિતા – સલીમભાઇ પટેલ (એસેન્ટ) આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. બાળકોને સ્વસ્થ તથા કુશળ સ્પર્ધા માટે પ્રોત્સાહિત રહે તે આશય થી રેડિયન્સ સ્કૂલ દ્વારા આ એવોર્ડ નું આયોજન કરેલ હતું. આ કાર્યક્રમ માં સ્કૂલ ના પ્રમુખ ડૉ, ઈફ્તિખાર મલેક, સેક્રેટરી – અ.લતીફ શેઠ તથા આચાર્ય -ફઝલુરહીમ શેઠ અને સ્કૂલ ના તમામ શિક્ષક મિત્રો તથા સ્ટાફ મિત્રો ઉપસ્થિત રહી આ કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.