Breaking NewsLatest

વડોદરા થી હવાઈ માર્ગે એન.ડી.આર.એફ ની ચાર ટીમો મહારાષ્ટ્ર મોકલવામાં આવી: પૂરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ અને રાહત અભિયાનમાં જોડાશે…..


મહારાષ્ટ્રના વિવિધ વિસ્તારો વિનાશકારી પૂરમાં સપડાયા છે.તેને અનુલક્ષીને વડોદરા ખાતેની એન.ડી.આર.એફ ની ૬ ટથી બટાલિયન ની ૪ ટીમો તાત્કાલિક હવાઈ માર્ગે કોલ્હાપુર મોકલવામાં આવી છે.
ભારતીય સેનાના ૫ પરિવહન હવાઈ જહાજો ની મદદ થી આ ટીમોને બચાવ અને રાહતના જરૂરી અદ્યતન ઉપકરણો અને સાધન સુવિધા સાથે પૂરપીડીત ક્ષેત્રમાં પહોંચાડવામાં આવી રહે છે જ્યાં આ ટીમોના તાલીમબદ્ધ અને કુશળ જવાનો સ્થાનિક પ્રશાસન,પોલીસ અને બચાવ રાહત દળો સાથે કામગીરીમાં જોડાશે.કોલ્હાપુર થી આ લોકોને પુણે, સાંગલી અને સતારા જેવા વિસ્તારોમાં બચાવ અને રાહત કામગીરી સોંપવામાં આવે એવી શક્યતા છે તેમ બટાલિયન ૬ ના નાયબ સેનાપતિ શ્રી અનુપમ દ્વારા જણાવવામાં આવ્યું છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

બાર કાઉન્સિલની ચૂંટણીમાં લોકચાહના મેળવતા ઉમેદવાર નરેન્દ્ર માધુ જીતની રેસમાં અગ્રેસરનો સમર્થકોનો દાવો..

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી દર પાંચ વર્ષે યોજાય…

1 of 748

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *