Breaking NewsLatest

વિપુલ ભાઈ ગુર્જર ના જન્મ દિવસે ધાનેરા થી વૃદ્ધો ને અંબાજી યાત્રા

અમિત પટેલ.અંબાજી
ધર્મનગરી કાશી તરીકે ઓળખાય છે તેમ યાત્રાધામ અંબાજી સરસ્વતી નદીના કિનારે આવેલું જગ વિખ્યાત યાત્રાધામ છે. અંબાજી ખાતે મોટી સંખ્યામા ભક્તો માતાજીના દર્શન કરવા આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે ત્યારે આજે અંબાજી ખાતે ગ્રાહક સુરક્ષા કેન્દ્ર સંભાળતા વિપુલભાઈ ગુર્જર નો 52 મો જન્મ દિવસ હોઇ તેમના દ્વારા ધાનેરા થી વૃદ્ધો અને વડીલોને શક્તિપીઠ અંબાજી ની યાત્રા કરાવવામા આવી હતી.


ધાનેરાથી 52 જેટલા વૃદ્ધોને અંબાજી ખાતે યાત્રા કરવા લાવવામાં આવ્યાં હતા. અંબાજીના ગ્રાહક સુરક્ષા મંડળ ના પ્રમુખ વિપુલભાઈ ગુર્જરને આજે 52 વર્ષ પૂર્ણ થતા હોઈ આ આયોજન કરવામાં આવેલું હતું. વિપુલ ભાઇ ગુર્જરે જણાવ્યું હતું કે જેમનું કોઈ ના હોય તેમના ભગવાન હોય છે તે રીતે આજના સમયમાં વૃદ્ધોને તેમના દીકરા કે દીકરી કે વહુ  સાસુ-સસરાની ની ભાળ ન રાખતા હોય એવાને આ સંસ્થા રાખે છે. આ સંસ્થાનું નામ શ્રી શક્તિ ખાદી ગ્રામોદ્યોગ સંઘ ને ગ્રાહક સલાહ સુરક્ષા કેન્દ્ર અંબાજીદ્વારા સુંદર કામગીરી કરાઇ હતી
અંબાજી માતૃ – પિતૃ પુજન દિવસ આજના શુભ દિવસે
પ્રથમ મારા જન્મ દાતાને વંદન સાથે સાથે કુળદેવી ચામુંડાને વંદન.
આજે મારો જન્મ દિવસ
આજ-કાલ કરતા આ જીવાત્માને
• ૧૬૪૦૯૯૫૨૦૦ સેકંડ
• ૨૭૩૪૯૯૨૦ મીનીટ
• ૪૫૫૮૩૨ કલાક
• ૨૭૧૩ વિક
• ૧૮૯૯૩ દિવસ
• ૬૨૪ મહિના
• ૫૨ વર્ષ


રમત રમતમાં આટલો સમય વીતી ગયો ? જીવનમાં મેં શું કર્યું ? તેનો હિસાબ ચિત્રગુપ્ત દેહના અંતે જોશે, તે યાદ આવતા મેં સરવાળો માર્યો મને લાગ્યુ કે જીવ માત્રની સેવા પરમોધર્મનુ પલ્લું ભારે રાખવું તે બરાબર જીવન શૈલી ચાલી રહેલ છે.
આમતો મારું સતકર્મ હું દરજોજ કરતોજ હોઉં છું પરંતુ માતૃ – પિતૃ પુજન દિવસ આજના શુભ દિવસે અને સાથે સાથે મારા આજે જન્મદિવસના રોજ બહાર જાઉં અને સમાજથી વંચિત સમુદાયને મળું તેવા વિચારમાં હતો ત્યાંતો માતાજીએ મારા પરમ મિત્ર પારસ સોની (સમાજ સેવક ધાનેરા) ને ફોન કરવાની પ્રેરણા કરી હશે અને ફોન આવ્યો.
વાતચીતના અંતે ૧૪ ફેબ્રુઆરી (મારો જન્મ દિવસ) ૫૨ વર્ષ પુરા થયા આ સમયે ૫૨ સીનીયર સીટીઝન વૃધ્ધો જેવા કે, કોઈને છતા સંતાને તરછોડી દીધા હોય, કોઈને સંતાનાજ ના હોય, કોઈ સમાજથી પણ તરછોડાયેલા હોય, કોઈએ ગામ શિવાય મોટું શહેર પણ જોયુ ના હોય કોઈનું આગળ-પાછળ કોઈના હોય આવા અસરગ્રસ્ત વડીલોને અંબાજી યાત્રા કરાવવી વાતથી એકના ઠેકાણે બે-બે સમાજસેવક ભેગા થયા આજે આ વડીલોના અમો પુત્ર બની યાત્રાના નિમિત્તે અનેરા આનંદમાં ચાર ચાંદ લાગી ગયા.
જેનું કોઈ નથી તેનો ભગવાન છે”
તે કહેવત સાર્થક પ્રભુ કરાવે છે તેવો અહેસાસ બંને મિત્રોને ભગવાને કરાવ્યો અમને નિમિત્ત બનાવ્યા.
આભાર પારસભાઈ સોની અને ટીમનો..
આભાર શ્રી શક્તિ ખાદી ગ્રામોધ્યોગ સંઘ અને ગ્રાહક સલાહ અને સુરક્ષા કેન્દ્ર અંબાજી/દાંતા ટ્રસ્ટીશ્રો અને સ્વયમ સેવકો સ્ટાફને.
આભાર શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટનો આવા સેવાકીય કાર્યમાં અમને સાથ અને હુંફ પૂરી પાડવા બદલ.
સહુને જય માતાજી …
ધન્યવાદ મારા જન્મ દાતાઓને કે મારા સેવાકીય કાર્યમાં મને પ્રોત્સાહન પુરુપાડી આંનદ અનુભવે છે તેમનું કહેવું છે કે રૂપિયાનો મોહ ના રાખતા સત્કર્મનો મોહ રાખજો અંતે તેજ સાથે આવશે માતૃ-પિતૃ દેવો ભવ…

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ ડી-કેબિન ખાતે નવનિર્મિત રોડ અંડર બ્રિજનું ઉદ્ઘાટન કર્યું.

અમદાવાદ, સંજીવ રાજપૂત: કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે મેયર શ્રીમતી…

ઇલેક્ટ્રિક લોકો શેડ વટવા દ્વારા પ્રથમ થ્રી ફેસ ઇલેક્ટ્રિક લોકોનું ટીઓએચ મુખ્ય શેડ્યૂલ સફળતાપૂર્વક થયું પૂર્ણ

અમદાવાદ, સંજીવ રાજપૂત: પશ્ચિમ રેલવે ના અમદાવાદ રેલવે મંડળ ના ઇલેક્ટ્રિક લોકો શેડ…

ધોળકાના કેલીયા વાસણા ગામનાં મહિલા સરપંચ દિલ્હી ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં વિશિષ્ટ અતિથિ બનશે

અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના કેલીયા વાસણા ગ્રામ…

1 of 688

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *