બે ટીપા દરેક વાર બાળકની લઈએ દરકાર : ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૨ને રવિવારે ૦ થી ૫ વર્ષ સુધીના તમામ બાળકોને દરેક વખતે પોલિયોના બે ટીપા અચૂક પીવડાવો
કપિલ પટેલ દ્વારા અરવલ્લી
અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકામાં સપ્તધારાની ટીમ દ્વારા પોલીયો અભિયાન અંગે વિસ્તૃત માહીતીસભર પપેટ શો દ્વારા જનજાગૃતિ કરવામાં આવી હતી. સપ્તધારાના સાધકો નીલકંઠ વાસુકિયા, ગૌરીબેન મકવાણા, રવિન્દ્ર રાઠોડ, જયેશ પાવરા, ડો.ધારા પટેલ, યજ્ઞેશ દલવાડી સહિતની ટીમ દ્વારા પપેટ શો રજુ કરી જનજાગૃતિ કરવામાં આવી હતી. વિરમગામ સહિત રાજ્યભરમાં ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૨ને રવિવારે પોલીયો બુથ ઉપર ૦ થી ૫ વર્ષના તમામ બાળકોને પોલીયોના ટીપા પીવડાવવામાં આવશે. પોલીયો અભિયાનના બીજા અને ત્રીજા દિવસે પોલીયોની ટીમ દ્વારા ઘરે ઘરે ફરીને પ્રથમ દિવસે બુથ પર પોલીયો ન પીવડાવ્યો હોય તેવા ૦ થી ૫ વર્ષના બાળકોને શોધવામાં આવશે અને તેમને પોલીયો પીવડાવવામાં આવશે. પોલીયો અભિયાનને સફળ બનાવવા માટે તાલુકા હેલ્થ ઓફિસર, વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરો, અર્બન હેલ્થ ઓફિસર, સુપરવાઇઝરો સહિત આરોગ્ય વિભાગના કર્મચારીઓ જહેમત ઉઠાવી રહ્યા છે.
તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.વિરલ વાઘેલાએ જણાવ્યુ હતુ કે, દેશમાં પોલીયોનો એક પણ કેસ ન થાય તે હેતુંથી પોલીયો અભિયાન ચલાવવામાં આવી રહ્યુ છે ત્યારે અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકામાં સપ્તધારાની ટીમ દ્વારા પોલીયો અભિયાન અંગે વિસ્તૃત માહીતીસભર પપેટ શો દ્વારા જનજાગૃતિ કરવામાં આવી હતી. પોલીયો અભિયાન શરૂ થાય તે પુર્વે વિરમગામ તાલુકાના તમામ ગામોમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો દ્વારા પ્રચાર-પ્રસારની કામગીરી કરવામાં આવી હતી અને આરોગ્ય વિભાગ ઉપરાંત વિવિધ વિભાગોના અધિકારીઓ દ્વારા પણ પોલીયો અભિયાનને સફળ બનાવવા માટે સહકાર આપવામાં આવી રહ્યો છે. રવિવારે પોલીયો અભિયાનના પ્રથમ દિવસે વાલીઓએ પોતાના ૦ થી ૫ વર્ષના તમામ બાળકોને નજીકના પોલીયો બુથ પર લઇ જઇને પોલીયોના ટીપા અવશ્ય પીવડાવવા જોઇએ.