નવચંડી મહાયજ્ઞ, અન્નકુટ, ધર્મસભા – દાતા અભિવાદન અને ધ્વજારોહણ સાથે ફ્રી આઈ ચેક અપ કેમ્પનું આયોજન
10મી માર્ચે યોગ ગુરૂ બાબા રામદેવ વિશ્વઉમિયાધામના ડિજિટલ પ્લેટફોર્મ પર સંવાદ કરશે
કપિલ પટેલ દ્વારા અરવલ્લી
અમદાવાદના જાસપુર ખાતે નિર્માણાધીન વિશ્વના સૌથી ઊંચા (504 ફૂટ) જગત જનની મા ઉમિયાના મંદિર ખાતે હાલના સ્મૃતિનો દ્વિતિય પાટોત્સવ તા.28/02/2022ને સોમવારે યોજાવા જઈ રહ્યો છે. વિશ્વભરમાં જગત જનની મા ઉમિયાની આસ્થાને ઉજાગર કરવાના સંકલ્પ સાથે વિશ્વઉમિયાધામનું નિર્માણ કાર્ય શરૂ થઈ ગયું છે ત્યારે દ્વિતિય પાટોત્સવની ઉજવણીનો લાભ લેવો એ ભક્તો માટે એક લાહવો છે. દ્વિતિય પાટોત્સવના શુભ દિને સવારે નવચંડી યજ્ઞનું આયોજન કરાયું છે. નવચંડી યજ્ઞનો પવિત્ર લાભ મુખ્ય યજમાનશ્રી તરીકે શ્રી કૌશિકભાઈ ડી. પટેલ- સિલ્વર દાતાશ્રી બોસ્ટન, યુ.એસ.એ.ને મળ્યો છે. તો આ સાથે જગત જનની મા ઉમિયાને 56 ભોગ સાથે અન્નકુટ પ્રસાદ પણ ધરાવાશે. નવચંડી મહાયજ્ઞ અને અન્નકુટ સાથે બપોરે ધર્મસભા-દાતા અભિવાદન સમોરોહનું પણ આયોજન કરાયું છે. ધર્મસભાના સમારોહ અધ્યક્ષ તરીકે શ્રી પ્રહલાદભાઈ કામેશ્વર અને શ્રી રાજેન્દ્ર શાસ્ત્રીજી આશીર્વચન માટે ઉપસ્થિત રહેશે. જ્યારે સવારે સ્મૃતિ મંદિર ખાતે જ યજમાનો દ્રારા ધ્વજારોહણ પણ કરાશે. અને સાંજે 6.30 કલાકે મહાઆરતીનું આયોજન કરાયું છે.
આ ધાર્મિક કાર્યક્રમો સાથે સાથે વિશ્વઉમિયાધામ ખાતે સવારે 10 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી ફ્રી આઈ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું છે. જેમાં સ્લિટ લેમ્પ બાયો માઈક્રોસ્ક્રોપ અને ફંડસ કેમેરા જેવી ટેક્નોલોજીનો ઉપયોગ કરી નિષ્ણાંત ડોક્ટરો દ્વારા તપાસ કરાશે. વધુમાં ડાયાબિટિક રેટિનોપેથી જેવા ગ્લુકોમા મોતિયા અને રેટિના રોગોનું નિદાન પણ કરાશે. તો સર્વે મા ઉમિયાના ભક્તોને તમામ કાર્યક્રમનો લાભ લેવા નમ્ર વિનંતી.
વધુમાં તા. 10મી માર્ચ, 20222 ને ગુરૂવારે વિશ્વવિખ્યાત યોગગુરૂ બાબા રામદેવ વિશ્વ ઉમિયાધામના ડિજિટલ પ્લેટફોર્મ પર લાખો ભક્તો સાથે સંવાદ કરશે. આ સંવાદ સેતું કાર્યક્રમનો વિષય ‘યોગ-યજ્ઞ અને સંસ્કૃતિની ધરોહર’ રખાયો છે. તો આવો તા. 10, માર્ચે રાતે 8 કલાકે વિશ્વઉમિયાધામના દેશ અને વિદેશમાં વસતાં કરોડો ભક્તો ફેસબુક અને યુટ્યુબના માધ્યમથી જોડાઈ શકશે.