Latest

વિશ્વ જળ દિન પ્રાંતિજના તખતગઢ ગામે પાણીનું પાણીદાર વ્યવસ્થાપન કર્યું તખતગઢ ગ્રામપંચાયતને પશ્વિમ ઝોન શ્રેષ્ઠ પંચાયત તરીકે પસંદગી

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

આજે વિશ્વ જળ દિન
પ્રાંતિજના તખતગઢ ગામે પાણીનું પાણીદાર વ્યવસ્થાપન કર્યું
તખતગઢ ગ્રામપંચાયતને પશ્વિમ ઝોન શ્રેષ્ઠ પંચાયત તરીકે પસંદગી
આ ગામના તમામ ઘરે પાણીના મીટર થકી પાણીનો બચાવ કરાય છે
સામાન્ય રીતે ઉનાળો આવતા જ દરેક ગામોમાં પાણીની પળોજણ શરુ થઇ જ જતી હોય છે. પરંતુ સાબરકાંઠા જીલ્લાના પ્રાંતિજ તાલુકાના તખતગઢ ગામમાં હવે પાણીની પળોજણ એ હવે ભૂતકાળ બની ગઈ છે. ગુજરાતનું આ એક માત્ર ગામ છે જ્યાં વર્ષના ૩૬૫ દિવસ ૨૪ કલાક પાણી મળી રહે છે. ભારત સરકાર દ્રારા પશ્વિમ ઝોનની શ્રેષ્ઠ પંચાયત તરીકે પસંદગી કરી તેને રાષ્ટ્રીયકક્ષાનો નાનાજી દેશમુખ એવોર્ડ મેળવ્યો છે અને અન્ય સાત એવોર્ડ મળેલ છે.

ગામના સરપંચશ્રી નિશાંતભાઇ પટેલ જણાવે છે કે, અમારા ગામમાં ૩૫૦ ઘર છે અને લગભગ ૨૫૦૦ જેટલી વસ્તી છે. આ ગામનાં કોઈપણ વ્યક્તિના ઘરે-ગમે તે સમયે જઈને પાણીનો નળ શરુ કરશો તો તમને પીવાનું પાણી મળશે જ. ગુજરાતનું એક માત્ર એવું ગામ કે જ્યાં ચોવીસ કલાક પાણીની સુવિધા આપવામાં આવી છે. ગ્રામજનો પાણીનો બગાડ ના કરે તે માટે પાણીના મિટર લગાવ્યા છે. પહેલા તો મહિલાઓ જ પાણીનો બગાડ કરતી હતી અને ગામમાં ગંદકી થતી હતી પરંતુ જ્યારથી મીટર લાગ્યા છે ત્યારથી મહિલાઓ પાણી નો બગાડ કરતા બંધ થઈ ગઈ છે.


રસીલાબેન પટેલ, પાણી સમિતિ સભ્ય છે તેઓ જણાવે છે કે, ગામમાં પાણીની તંગી નિવારવા સમગ્ર ગ્રામજનોએ એકઠા થઈને નિર્ણય કર્યો. એમાં રાજ્ય સરકારની ‘વાસ્મો’ ની મદદ મળી એક લાખ લીટર પાણીનો ટાંકો ગામમાં નવીન બનાવાયો. તો મીટર પાણીની લાઈનો સહિતનો ખર્ચમાં પણ સરકારે મદદ કરી અને એના પ્રતાપે આજે ઘરે ઘરે પાણીની સુવિધા મળી રહી છે. આ ગામની અનોખી પહેલને સરકારે પણ બીરદાવી છે અને ભારત સરકાર દ્રારા પશ્વિમ ઝોન શ્રેષ્ઠ ગ્રામ પંચાયત નો એવોર્ડ પણ અપાયો છે
એક સમયે પાણીની તાણ અનુભવતું તખતગઢ આજે પાણીદાર બની ગયું છે. જેનાથી ગામની મહિલાઓને પણ શાંતિ થઇ ગઈ છે. પાણીના વપરાશનું બીલ આવતું હોવાને લઈને ગામમાં પાણીનો બગાડ નહિવત થઇ ગયો છે. તખતગઢ ગામ જેવી સુવિધાઓ અન્ય ગામોમાં પણ શરુ કરાય તો પાણીના પોકારો ટાળી શકાય..

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પાટીદાર દિકરી નાં માનવ અધિકાર હનન મામલે કૂર્મી સેના મેદાનમાં : મુખ્યમંત્રી ને આવેદન પાઠવ્યું

સરકાર દ્વારા આ બાબતે નક્કર કાર્યવાહી કરવામાં નહી આવે તો કૂર્મી સેના માનવઅધિકાર…

1 of 570

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *