જામનગર: વેસ્ટર્ન રેલવે જામનગર સ્ટેશન કન્સલ્ટેટિવ સમિતિની બેઠક યોજાઈ, જેમાં આસિસ્ટન્ટ કોમર્શિયલ મેનેજર તથા ચેરમેન ઓફ એસ.સી.સી અસ્લમ શૈખ, ડી.સી.એમ.આઈ પાલવ જોશી, સ્ટેશન સુપ્રીટેન્ડન્ટ, તથા જામનગર સ્ટેશન કન્સલ્ટેટિવ કમિટીના સભ્યો હિમાંશુ કુંડલીયા, કુણાલ શેઠ, ભાર્ગવ ઠાકર, અશોકભાઈ અડાલજા, ભસ્માંગ પંડ્યા, ઉપસ્થિત રહ્યા હતા. સ્ટેશન કન્સલ્ટેટિવ સમિતિના સભ્યોએ જામનગરના લોકો સાથે પરામર્શ કરી, અભિપ્રાય લઇ, જામનગર સ્ટેશન પર ઉપલબ્ધ યાત્રી સુવિધાઓ અંગે સૂચન કરવામાં આવેલ. આ તબ્બકે જામનગર સ્ટેશન કન્સલ્ટેટિવ સમિતિના સભ્યો દ્વારા જામનગર સ્ટેશન પર ઉપલબ્ધ વિવિધ સુવિધાઓનું નિરીક્ષણ કરેલ. જામનગરના સાંસદ પૂનમબેન માડમના સક્રિય પ્રયાસો થી જામનગર રેલવે સ્ટેશન પર ફૂટ ઓવર બ્રિજ ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે, તથા ફૂટ ઓવર બ્રિજ માટે લિફ્ટની વ્યસ્થા કરવામાં આવેલ છે. આ ઉપરાંત જામનગર સ્ટેશન સુધી ઇલેક્ટ્રિફિકેશનની કામગીરી પૂર્ણ કરી ખંભાળિયા સ્ટેશન થી આગળ આ કામગીરી ધપાવવામાં આવેલ છે. તેની માહિતી મેળવેલ. ટેઈનના આવાગમન સમયે લિફ્ટની સુવિધા ચાલુ રાખવા, ડિજિટલ કોચ ઇન્ફોરમેશન સિસ્ટમ બોર્ડ પર માહિતી મળતી રહે તે સુવિધા ચાલુ કરવાની બાબત ધ્યાને આવતા આ મુદ્દે ચર્ચા કરી, ચર્ચાના અંતમાં બંને સૂચન અંગે યોગ્ય કરવા રેલવે દ્વારા ખાતરી આપવામાં આવેલ. સ્ટેશન પર આવાગમન સમયે પ્લેટફોર્મ પર આવવા તથા નીકળવા માટે અલાયદા માર્ગને ખુલ્લો રાખવા સૂચન કરવામાં આવેલ, એ તબ્બકે રેલવે દ્વારા યોગ્ય વ્યસ્થા કરી સૂચન અનુસાર વ્યસ્થા કરેલ. આગામી સમયમાં જામનગર રેલવે સ્ટેશનને ઇલેક્ટ્રોનિક એક્સલેવેટર મુકવામાં આવશે, જેના દ્વારા પેસેન્જર પાર્કિંગ થી સીધા પ્લેટફોર્મ નંબર ૧, ૨ તથા ૩ પર પહોંચી શકાય તેવી વ્યવસ્થા કરવામાં ઉપલબ્ધ બનશે તેવી માહિતી મેળવવામાં આવેલ. સૌરાષ્ટ્ર જનતા મુદ્દે ચર્ચા કરતા રેલવે દ્વારા જણાવામાં આવેલ કે હાલ જામનગરને વિશેષથી ૨૩ બોગીની ટ્રેઈનનો ક્વોટા ફાળવાયો છે. આ ઉપરાંત ટૂંકા ગાળામાં ઇન્ટરસીટી ટ્રેઈન શરુ કરવા બાબતની ચર્ચા કરવામાં આવેલ. જામનગર શહેરમાં સીટી બુકીંગ ઓફિસ અથવા ઇન્ડિયા પોસ્ટ ઓફિસ જી.પી.ઓ માં ટિકિટ બુકીંગ ઓફિસ સુવિધા શરુ કરવા સૂચન કરવામાં આવેલ હતું. એકંદરે જામનગર સ્ટેશન કન્સલ્ટેટિવ સમિતિની મીટીંગ ખુબ સફળ તથા સકારત્મક રહી હતી. જામનગર સ્ટેશન કન્સલ્ટેટિવ સમિતિના સભ્યોએ જામનગરના લોકોના વેસ્ટર્ન રેલવે સંબંધિત સ્ટેશન પરના યાત્રી સુવિધા મુદ્દેના સૂચનો રેલવે સુધી પહોચાડેલ. રેલવે અધિકારી ચેરમેન એસ.સી.સી દ્વારા જામનગર રેલવે સ્ટેશન પર ઉત્કૃષ્ટ યાત્રી સુવિધા પ્રદાન કરવાની ખાતરી સાથે તમામ યોગ્ય સૂચનોની આગામી સમયમાં અમલવારી અર્થે આગળ વધવાની ખાતરી આપેલ. જામનગર સ્ટેશન પર ના તમામ સ્ટાફ વિમાનમ્ર અને સમર્પિત છે, સતત યાત્રી સુવિધા અર્થે જાગૃત રહે છે, આ તબ્બકે જામનગર સ્ટેશન કન્સલ્ટેટિવ સમિતિ દ્વારા જામનગર સ્ટેશન તથા રાજકોટ ડિવિઝન વેસ્ટર્ન રેલવેના સ્ટાફ / ટિમને અભિનંદન પાઠવેલ.
વેસ્ટર્ન રેલવે જામનગર સ્ટેશન કન્સલ્ટેટિવ સમિતિની બેઠક યોજાઈ.
Related Posts
મહુવા અંજાર અને અન્યત્ર અકસ્માતમાં માર્યા ગયેલાઓને મોરારીબાપુની સહાય
પ્રાપ્ત અહેવાલો મુજબ ગત દિવસોમાં અનેક સ્થળે અકસ્માતોની ઘટનાઓ નોંધાઈ છે. મહુવા ના…
ગોધરા ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ
એબીએનએસ, વી.આર. ગોધરા (પંચમહાલ)::પંચમહાલ જિલ્લા કલેક્ટર આશિષકુમાર અધ્યક્ષસ્થાને…
સોનગઢ ખાતે વિખ્યાત રામકથાકાર પૂજ્ય મોરારી બાપુના વ્યાસાસને આયોજીત “રામકથા”માં સહભાગી બનતા માન. રાજ્ય શિક્ષણ મંત્રી અને કામરેજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા
પૂજ્ય મોરારી બાપુના આર્શીવચન મેળવતા રાજ્યમંત્રી તા. 15/03/2025, શનિવાર ::: સોનગઢ…
મહિલાઓને પૂર્ણ સન્માન અને દરેક ક્ષેત્રે સમાન તકો મળે એ ગુજરાત સરકારની નેમ છે: રાજ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા
ગાંધીનગર, સંજીવ રાજપૂત: વિધાનસભા ગૃહ ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગની…
ગાંધીનગરમાં મુખ્યમંત્રી-વિધાનસભા અધ્યક્ષ સહિત વિધાનસભાના સભ્યોએ ઉજવ્યું રંગપર્વ
ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ…
સુરત: હીરા ઉદ્યોગમાં મંદી અંગે મુખ્યમંત્રીએ મદદની ખાતરી આપી
વિવિધ ડાયમંડ એસોસિએશનના પ્રતિનિધિઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળ્યા, બે…
ધારાસભ્ય નિમિષાબેન સુથારની વિશેષ ઉપસ્થિતિમાં ગોધરા ખાતે “નારીશકિતને વંદન“ કાર્યક્રમ યોજાયો
એબીએનએસ, વી.આર. ગોધરા(પંચમહાલ):ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા…
પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે છેલ્લા આઠ વર્ષથી શ્રમિકો માટે સેવારત ધનવંતરી આરોગ્ય રથ
ગોધરા, એબીએનએસ, વી.આર (પંચમહાલ)::ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ…
ગોધરા ખાતે ઔદ્યોગિક રોજગાર અને એપ્રેન્ટિસ ભરતી મેળો યોજાયો. કંપનીઓ દ્વારા કુલ ૨૩૦ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરાઇ
ગોધરા, વી.આર. એબીએનએસ, ગોધરા (પંચમહાલ):: જિલ્લા રોજગાર વિનિમય કચેરી,ગોધરા…
દિલ્લી ખાતે પાટણના સમીના સેવક પરિવારનું દલિત સમાજ માટે આપેલ યોગદાન બદલ કેન્દ્રીય મંત્રીના હસ્તે કરાયું સન્માન
એબીએનએસ, સમી: સમીના સેવક પરિવારને માતા રમાબાઈ આંબેડકર આંતરરાષ્ટ્રીય એવોર્ડથી…