સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ, ભરૂચ દ્વારા વિશ્વમગ્રીન સોસાયટી ખાતે સામુહિક હનુમાન ચાલીસા નું આયોજન કરવામાં આવ્યું, જેમાં અતિથિ તરીકે વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લાનાં અધિકારી શ્રી અજયભાઈ મિશ્રા, નગર સંયોજક વિરેન રામજીવાલા, બજરંગ દળ ના હિરેનભાઈ પટેલ, સોસાયટી ના પ્રમુખ શ્રી અલ્પેશભાઈ પટેલ, સંસ્કૃતિ ટ્રસ્ટના સ્થાપક પ્રકાશચંદ્ર પટેલ, હેમાબેન પટેલ, અરૂણાબેન ચૌહાણ તથા મોટી સંખ્યામાં સેવાભાવી ભાઈબહેનો તથા બાળકો ઉપસ્થિત રહ્યા.
આ આયોજન વિશ્વમગ્રીન સોસાયટીના ગીતાબેન રાઠોડ, ઉર્વશીબેન પટેલ, ધરતીબેન પંચાલ અને સોસાયટીના બહેનો દ્વારા કરવામાં આવ્યું હતુ. તેઓએ સોસાયટીનાં ઘરે ઘરે જઈને આ માટે આમંત્રણ આપ્યું હતુ.
વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લાનાં અધિકારી શ્રી અજયભાઈ મિશ્રા દ્વારા સનાતન હિન્દુધર્મના જાગરણ માટે આહવાન કરવામાં આવ્યું હતું.
સંસ્કૃતિ ટ્રસ્ટ ના પ્રકાશ પટેલ દ્વારા આ પ્રસંગે જણાવ્યું હતું કે સામુહિક હનુમાન ચાલીસાના પાઠનું આયોજન દરેક સોસાયટીમાં કરવાથી સમાજમાં લોકો વચ્ચે એકાત્મતા, આધ્યાત્મિકતા, સામાજિક સૌહાર્દ સ્થપાશે, સમાજમાં સમરસતાનો ભાવ નિર્માણ થશે, એકબીજા પ્રત્યે પ્રેમ, લાગણી અને ભાઈચારો વધશે.
યુવાનોમાં નવી ઉર્જા શક્તિનો સંચાર થશે તેમ જણાવ્યું હતુ. કુટુંબ ના દરેક સભ્યો એ ભેગા મળીને એક સમયનું ભોજન સાથે લેવું જેથી કુટુંબની એકતા નો ભાવ જળવાઈ રહે, નાનામોટા પ્રશ્નો, મૂંઝવણો, ક્લેશો નું નિરાકરણ થાય અને વિભક્ત કુટુંબ બનતાં અટકશે. વર્તમાન સમયમાં સંયુક્ત કુટુંબ ની ભાવના જાગૃત રહેશે તો જ સમાજ માં કુટુંબ વ્યવસ્થા જળવાઈ રહેશે.
ભાવેશ મુલાણી, ભરૂચ.