Latest

ગઢુલા ગામે પ્રદેશ ભાજપ મંત્રી રઘુભાઈ હુંબલ દ્વારા જરૂરિયાત મંદોને અનાજ કરિયાણા કીટ વિતરણ કરાયુ

સિહોર તાલુકાના ગઢુલા ગામે આહીર સમાજના આગેવાન ઉદાર દિલ દાતા ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી રઘુભાઈ હુંબલ અને પરિવાર દ્વારા છેલ્લા 18 વર્ષથી વિવિધ સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે

ત્યારે આજરોજ ગઢુલા ગામના ૬૦ થી વધારે જરૂરિયાત મંદ પરિવારને અનાજ કરિયાણા સહિતની કીટ વિતરણ કરવામાં આવ્યુ

આ તકે રઘુભાઈ હુંબલ સાથે મહુવાના ધારાસભ્ય અને જિલ્લા ભાજપ અધ્યક્ષ આર.સી.મકવાણા,તળાજાના ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ, ભાવનગર તાલુકા પંચાયત પ્રમુખ પેથાભાઈ ડાંગર, જિલ્લા ભાજપ સંગઠનના માસાભાઈ ડાંગર, ભાવનગર જિલ્લા પંચાયત પ્રમુખ ભરતસિંહ ગોહિલ અને જિલ્લા ભાજપ પ્રમુખ નારુભાઈ ખમળ જિલ્લા
ભાજપ મહામંત્રી સી.પી.સરવૈયા, રાજેશભાઈ ફાળકી,ભાવનગર ગ્રામ્ય પ્રભારી ગેમાભાઈ ડાંગર સહિતના જોડાયા હતા અને હુંબલ પરિવાર દ્વારા કાયમ માટે આવીજ સેવાકીય પ્રવૃતિઓ કાર્યરત રહે તેવી લાગણી વ્યક્ત કરવામાં આવી હતી

રીપોર્ટ નિલેષ ઢીલા – ઉમરાળા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સમિટ-2026ની સૌપ્રથમ પ્રિ-ઇવેન્ટનો મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલ માધ્યમથી પ્રારંભ કરાવ્યો

જજનગઢ, સાસણ ગીર, ધ્રુવ ચુડાસમા, એબીએનએસ: કેન્દ્રીય વન પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર…

1 of 631

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *