કપિલ પટેલ દ્વારા અરવલ્લી
લીંભોઈ વિ.વિ. મંડળ સંચાલિત આદર્શ વિદ્યાલય દ્વારા ધોરણ 10 અને 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો શુભેચ્છા વિદાય સમારંભ “વિજય ભવ” આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ પોતાના શૈક્ષણિક અનુભવો રજુ કર્યા હતા.સમારંભના અધ્યક્ષ તરીકે મંડળ ના પ્રમુખશ્રી ગીરીશભાઈ ઉપાધ્યાય, અતિથિ વિશેષ તરીકે કિશનભાઇ રાઠોડ (હેડ કોન્સ્ટેબલ મોડાસા) તથા મુખ્ય વક્તા તરીકે શ્રી મોહનભાઈ આઈ. પટેલ (નિવૃત આચાર્ય તથા કેળવણી મંડળના પ્રમુખ) જેમણે અનેક વિવિધ વિચારો સાથે વિદ્યાર્થીઓને જીવનમાં આગળ વધવા માટે પરીક્ષા સર્વસ્વ નથી તે બાબત ઉપર વિશેષ ધ્યાન દોર્યું હતું સાથે પરીક્ષામાં સફળ થવા માટેની ચાવી બતાવી હતી. શ્રી મુકેશભાઈ પરમાર, મંડળના મંત્રીશ્રી શિવુ ભાઈ પટેલ, કારોબારી સભ્ય રમણકાકા તથા મહાસુખભાઈ ઉપસ્થિત રહ્યા હતા.
શાળાના આજીવન સભ્યશ્રી ડૉ. ચિરાગ ઉપાધ્યાય( પૂર્વ ચેરમેન જાહેર આરોગ્ય સમિતી અરવલ્લી જીલ્લાપંચાયત) દ્વારા તમામ વિદ્યાર્થીઓને બોલપેનનું વિતરણ કરવામાં આવ્યું હતું. અને ધોરણ 10 અને 12 મા અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ ને ઉજજવળ કારકીર્દી માટે શુભકામનાઓ પાઠવી હતી શાળા ના આચાર્ય શ્રી વિજયભાઈ દાણી સાહેબ દ્વારા વિશેષ જીવન સૂત્રો બતાવવામાં આવ્યા હતા. પ્રકાશભાઇ ત્રિવેદી દ્વારા આભારદર્શન કરવામાં આવ્યું હતું. લતાબેન સોની દ્વારા વિદાય ગીત અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન શિક્ષકશ્રી કિરણ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.