Breaking NewsLatest

શ્રી પ૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ

વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ગબ્બર ખાતે રૂ. ૧૩.૩પ કરોડના ખર્ચે નવનિર્મિત ભારતના સૌથી મોટા લાઇટ એન્ડ સાઉન્ડ શૉનો પ્રારંભ કરાવતા મુખ્મંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ
*********
શ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશભરમાં એક જ સ્થળે એકાવન શક્તિપીઠનો જે સંકલ્પ સેવ્યો હતો એ સાકાર થયો છે : મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ
*******
:- મુખ્યમંત્રી શ્રી :-
– શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો પવિત્ર યાત્રાધામ અંબાજીના વિકાસ વધુ વેગવંતુ બનાવશે
– અંબાજી ગબ્બર ખાતે નવનિર્મિત ભારતનો મોટો ‘લાઇટ એન્ડ સાઉન્ડ શૉ’ અંબાજી તીર્થ ધામનું અનેરું આકર્ષણ બનશે.
*******
રાજ્યના યુવાનોની ધર્મ ભક્તિ અને શક્તિને રાષ્ટ્રીય ભક્તિ અને શક્તિમાં ફેરવવાનો રાજ્ય સરકાર સંકલ્પબધ્ધ છે : મંત્રી શ્રી પૂર્ણેશભાઈ મોદી
******


મુખ્મંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ગબ્બર ખાતે રૂ. ૧૩.૩પ કરોડના ખર્ચે નવનિર્મિત ભારતના સૌથી મોટા લાઇટ એન્ડ સાઉન્ડ શૉનો પ્રારંભ પ્રસંગે જણાવ્યું કે, અંબાજી ગબ્બર ખાતે નવનિર્મિત ભારતનો સૌથી મોટો ‘લાઇટ એન્ડ સાઉન્ડ શૉ’ આવનારા સમયમાં અંબાજી તીર્થ ધામનું અનેરું આકર્ષણ કેન્દ્ર બનવાનું છે.
ચૈત્ર નવરાત્રિના પાવન અવસરે વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો પણ પ્રારંભ થયો છે ત્યારે આ મહોત્સવ પવિત્ર યાત્રાધામના વિકાસ વધુ વેગવંતુ બનાવશે એવો વિશ્વાસ પણ મુખ્યમંત્રીશ્રી એ વ્યક્ત કર્યો હતો


મુખ્મંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે કહ્યું કે, ભારતીય જનતા પાર્ટીએ એક એવી કાર્યપ્રણાલી વિકસાવી છે કે જેનું ખાતમુહૂર્ત કરે છે એનું લોકાર્પણ પણ એ જ કરે છે, જેનું ઉદાહરણ આજે આપણી સૌ સમક્ષ છે.
શ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશભરમાં એક જ સ્થળે એકાવન શક્તિપીઠનો જે સંકલ્પ સેવ્યો હતો સાકાર થયો છે એમ મમુખ્મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું.
આદ્યશક્તિ ધામના દર્શને આવનારા લાખો શ્રદ્ધાળુઓને હવે એક જ સ્થળે એક સાથે પ૧ શક્તિપીઠના દર્શનનો લાભ મળતો હશે એવો વિશ્વાસ પણ મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો.
મુખ્યમંત્રશ્રીએ પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે સાંસ્કૃતિક વિલેજનું ઉદઘાટન, અંબાજી મંદિરની અદ્યતન વેબસાઇટનું લોન્ચીંગ તેમજ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા વિકસાવવામાં આવેલી મોબાઇલ એપનું પણ લોન્ચિંગ કર્યું હતું.
આ અવસરે માર્ગ અને મકાન વિભાગના મંત્રી શ્રી પૂર્ણેશભાઇ મોદીએ કહ્યું કે, ચૈત્ર નવરાત્રીના પાવન અવસરે પવિત્ર યાત્રધામ અંબાજી ખાતે અનેક પ્રકલ્પોનું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા લોકાર્પણ અને પ્રારંભ કરાવીને યાત્રિકોને ભેટ આપી છે.


શ્રી નરેન્દ્રભાઇ મોદીના વિઝન અને માર્ગદર્શન હેઠળ જે શ્રી પ૧ શક્તિપીઠનું રૂપરેખાનું આયોજન કરવામાં આવ્યું હતું એ આજે સાકાર થતી જોવા મળી રહી છે એમ મંત્રી શ્રીએ વધુમાં ઉમેર્યું હતું.
તેમણે ઉમેર્યું કે, હિંદુસ્તાન યાત્રાઓનો દેશ છે ત્યારે રાજ્ય અને કેન્દ્ર સરકાર દેશભરના દરેક યાત્રા ધામનો વિકાસ કરી રહી છે.
રાજ્યના યુવાનોની ધર્મ ભક્તિ અને શક્તિને રાષ્ટ્રીય ભક્તિ અને શક્તિ માં ફેરવવાનો રાજ્ય સરકાર સંકલ્પબધ્ધ છે એમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
આ અવસરે પ્રવાસન અને યાત્રાધામ રાજ્યમંત્રી અરવિંદભાઈ રૈયાણી, સાંસદ શ્રી પરબતભાઇ પટેલ, રાજ્યસભા સાંસદ દિનેશભાઈ અનાવાડિયા, ધારાસભ્ય શ્રી શશીકાંતભાઈ પંડ્યા, મુખ્યમંત્રીશ્રીના અગ્ર મુખ્ય સચિવ શ્રી કે.કૈલાસનાથન, મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર, પ્રવાસન વિભાગના સચિવ શ્રી હરિત શુક્લા, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ શ્રી આર.આર.રાવલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્વપ્નિલ ખરે સહિત અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભાવનગર ખાતે જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ

ભાવનગર જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને આજે જિલ્લા કલેકટર કચેરીના…

ચોરી થયેલ મોબાઇલ ફોન-૦૪ કિ.રૂ.૨૮,૪૯૯/-ના મુદ્દામાલ સાથે ચાર ઇસમોને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…

1 of 681

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *