શ્રી શામળભાઈ પટેલ, ચેરમેન-અમૂલ ફેડરેશન,ચેરમેન-સાબર ડેરી અને ડિરેક્ટર-નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ(NDDB),આણંદની રાષ્ટ્રીય કો-ઓપરેટિવ ડેરી ફેડરેશન(NCDFI) ના બોર્ડ પર સર્વાનુમતે નિમણૂક કરવામાં આવી છે
કપિલ પટેલ દ્વારા અરવલ્લી
આજ તા.૨૪.૦૨.૨૦૨૨ ના રોજ થયેલ NCDFI બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ચુંટણીમાં ગુજરાત ફેડરેશનના પ્રતિનિધિ તરીકે તેઓ સર્વાનુમતે ચૂંટાયા છે.
તેઓનો સહકારી ડેરી વ્યવસાયનો બહોળો અનુભવ આ નવી નિમણૂકથી સમગ્ર ભારતના ડેરી ઉધ્યોગને એક નવી દિશા આપશે અને તેઓનું માર્ગદર્શન ડેરી વ્યવસાય સાથે જોડાયેલા લાખો દૂધ ઉત્પાદકો અને સહકારી સંસ્થાઓના વિકાસ માટે ચોક્કસ લાભદાયી પુરવાર થશે
આ પ્રસંગે શામળભાઈ પટેલ દ્વારા આપવામાં આવેલ નિવેદન મુજબ તેઓની નેશનલ કો ઓપરેટિવ ડેરી ફેડરેશન ઓફ ઈન્ડિયા(NCDFI)ના ડિરેક્ટર પદે સર્વાનુમતે નિમણૂક કરવા બદલ યશસ્વી લોકલાડીલા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજી,ગુજરાતના સપૂત અને કેન્દ્ર સરકારમાં ગૃહ પ્રધાન અને સહકારિતા મંત્રી શ્રી અમીતભાઇ શાહજી,ગુજરાત ભા.જ.પા.પ્રમુખ શ્રી ચંદ્રકાંતભાઈ પાટીલ,ગુજરાતના મુખ્ય મંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ,એનડીડીબીના ચેરમેનશ્રી તથા તમામ સ્ટેટ ડેરી ફેડરેશનના ચેરમેનશ્રીઓ અને સહકારી આગેવાનોએ તેઓ ઉપર વિશ્વાસ મૂકી સમગ્ર ભારતના લાખો દૂધ ઉત્પાદકોના સામાજિક અને આર્થિક ઉત્થાન માટે સેવા કરવાની તક આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
NCDFI દેશના ૨૦ સહકારી ડેરી ફેડરેશન અને સહકારી તેલીબિયા ફેડરેશનની ટોચની એપેક્ષ સહકારી સંસ્થા છે અને ગુજરાતના અમૂલ ફેડરેશનની જેમ
કર્ણાટક, તામિલનાડું, પંજાબ,હરિયાણા,મહારાષ્ટ્ર,ઉત્તર પ્રદેશ,બંગાળ,ઓરીસ્સા અને સિક્કિમ જેવા દરેક રાજ્યના ડેરી ફેડરેશન તેના સભ્ય છે
NCDFI મુખ્યત્વે ૧૦૦ થી વધુ દૂધ સંઘો થકી ભારતીય સેના અને દેશના સંરક્ષણ દળોને દૂધ અને દૂધની બનાવટો પૂરી પાડે છે