Breaking NewsLatest

સાંસદશ્રી પૂનમબેન માડમે સપરિવાર વેકસીનનો બીજો ડોઝ લઈ અન્યોને પણ વેકસીન લેવા પ્રેરણા આપી. લોકોને પ્રધાનમંત્રીના ‘દવાઈ ભી, ઔર કઢાઈ ભી’ ના મંત્રને અનુસરવા સાંસદશ્રીનું આહવાન

જામનગર : , નોવેલ કોરોના વાઇરસના સંક્રમણને નિયંત્રણમાં રાખવા સમગ્ર ગુજરાત રાજયમાં કોરોના પ્રતિરોધક વેકસીન આપવામાં આવી રહી છે. ત્યારે આજે જામનગર અને દેવભૂમિ દ્વારકાના સાંસદશ્રી પૂનમબેન માડમ તથા તેમના પરિવારજનોએ શહેરની જી.જી.હોસ્પિટલ ખાતે વેકસીનનો બીજો ડોઝ લઇ અન્ય નાગરિકોને પણ વેકસીન લેવા પ્રેરણા આપી હતી.

આ તકે સાંસદશ્રીએ જણાવ્યું હતું કે સમગ્ર વિશ્વ અને ભારત દેશ કોરોનાની મહામારી સામે મજબૂતીથી લડી રહ્યો છે ત્યારે આ મહામારી સામે લડવાનું મજબૂત હાલના તબક્કે જો કોઈ હોય તો તે એક માત્ર વેકસીન જ છે. અને તેથી જ મેં પણ આજે વેક્સિનનો બીજો ડોઝ લીધો છે. વેક્સિન કોરોના મહામારી સામે લડવામાં ચોક્કસપણે મદદરૂપ થાય છે પરંતુ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘દવાઈ ભી,ઔર કઢાઈ ભી’ ના મંત્રને અનુસરી માસ્ક પહેરવું સોશિયલ ડિસ્ટન્સ જાળવવું તથા વારંવાર હાથ ધોવા પણ એટલા જ જરૂરી છે. કોરોના સામે લોકોને જાગૃતિ દાખવી પોતાની જાતને સુરક્ષિત કરવા અને જ્યારે પણ પોતાનો ક્રમ આવે ત્યારે અચૂક વેક્સિન લેવા સાંસદશ્રીએ અનુરોધ કર્યો હતો અને ઉમેર્યું હતું કે તકેદારી રાખીશું તો ચોક્કસ આ મહામારી પર વિજય મેળવીશું.

આ તકે સાંસદશ્રી પૂનમબેન માડમની સાથે મેયરશ્રી બિનાબેન કોઠારી, ભાજપ પ્રમુખ શ્રી વિમલભાઈ કગથરા, શ્રી એમ.પી.શાહ મેડિકલ કોલેજના ડીન શ્રીમતી નંદીની દેસાઇ, કોવિડ હોસ્પિટલના નોડેલ ઓફિસરશ્રી ડો. ચેટરજી સહિતના ઉપસ્થિત રહ્યાં હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પીરોટન ટાપુ પર ઊભા કરી દેવાયેલા ગેરકાયદેસર દબાણોના અતિક્રમણ સામે તંત્રની થઈ નક્કર કાર્યવાહી

જામનગર, એબીએનએસ: દેશની સુરક્ષા અને સમુદ્રી જીવસૃષ્ટિ માટે અત્યંત મહત્વપૂર્ણ એવા…

ઘોઘંબામાં ગુંદી તાલુકાની માંગ સામે સ્થાનિકોના સખ્ત વિરોધ સાથે વેપારીઓ દ્વારા સ્વયંભૂ બજારો બંધ રખાયા

એબીએનએસ, ગોધરા (પંચમહાલ): તાજેતરમાં કાલોલ ભાજપના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ દ્વારા…

સુરત ખાતે વાહનચાલકોને પતંગના દોરાથી બચાવવા ૫૦,૦૦૦ ‘નેક સેફ્ટી બેલ્ટ’નું વિનામૂલ્યે વિતરણ કરાયું

સુરતઃએબીએનએસ: ૨૫ વર્ષ પહેલા રોડ અકસ્માતમાં ખાસ મિત્રનું અવસાન થતા ડિસ્ટ્રીક્ટ…

હારીજ શહેરમા જલિયાણ ગ્રુપ પરિવાર દ્વારા નવીન એમ્બ્યુલન્સ વાન તથા અંતિમયાત્રા રથનું લોકાર્પણ કરાયું

એબીએનએસ, પાટણ: પાટણ જિલ્લાના હારીજ શહેરના ઉદ્યોગપતિ તેમજ શૈક્ષણિક ક્ષેત્રે…

1 of 683

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *