શિક્ષણમંત્રીશ્રી જીતુભાઇ વાઘાણી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડાઇ માર્ગદર્શન આપ્યું
કપિલ પટેલ દ્વારા અરવલ્લી
ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં ૧૦૦૮૭ અને વિજ્ઞાન
પ્રવાહમાં ૨૬૧૫ વિઘાર્થીઓ પરીક્ષા આપશે
ધોરણ ૧૦માં ૩૫ કેન્દ્રો પરથી ૨૬,૯૩૦ વિઘાર્થીઓ પરીક્ષા આપશે
રાજયમાં બોર્ડની પરીક્ષા આગામી ૨૮ માર્ચથી શરૂ થશે ત્યારે પોતાના ભવિષ્યની ચિંતા અને સારા ગુણ મેળવી ઉજ્જવળ કારકિર્દીની ઝંખના સાથે વિઘાર્થીઓ તનતોડ મહેનત કરી રહ્યાં છે. બીજી બાજુ વિઘાર્થીઓ નિર્વિઘ્ને અને સ્વસ્થ્ય સુયોગ્ય વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે રાજ્ય સરકાર અને જિલ્લા્ના વહીવટી તંત્રએ પણ કમરકસી છે. જેને અનુલક્ષીને રાજ્યના શિક્ષણમંત્રી શ્રી જીતુભાઇ વાઘાણીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડાઇને પરીક્ષા સમિતિની બેઠકમાં પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું.
આ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વિવિધ જીલ્લાઓ દ્રારા પરીક્ષાના હાઉને ઘટાડી વિધાર્થીઓ શાંતીપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા કેવી રીતે આપી શકે તે વિષયે ચર્ચા કરી તેને અમલી બનાવવા અંગે જણાવ્યું હતું. પરિક્ષાર્થીઓ ભયમુક્ત બની આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપી શકે તે માટે કાઉન્સીલીંગ અને જેતે વિષય શિક્ષકનું માર્ગદર્શન મળી રહે તેવી વ્યવસ્થા જિલ્લાઓમાં ઉભી કરવા જણાવ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા સમાહર્તાશ્રી હિતેષ કોયા દ્રારા સમગ્ર પરીક્ષા દરમિયાન વિધાર્થીઓને કોઇ પણ જાતની સમસ્યા ન થાય તેમજ કોઇ વિધાર્થી કોઇ આકસ્મિક સંજોગોના કારણે પરીક્ષાર્થી પરીક્ષા વિના ન રહી જાય તેવુ માઇક્રો પ્લાનિંગ કરવા જણાવી જિલ્લામાં વિધાર્થીઓ માટે વિષયનિષ્ણાત કાઉન્સીલીંગ મળી રહે તેવુ આયોજન કરવા અને વિધાર્થીઓને પરીક્ષા સ્થળે સમયસર પહોચાડવા એસ.ટી બસોની વ્યવસ્થા કરવા જણાવી વધુમાં તેમણે પરીક્ષા સેન્ટરો પર વીજ પુરવઠો, સંવેદનશીલ સેન્ટરો પર પોલીસ બંદોબસ, સી.સી.ટી.વી. કેમેરાની વ્યવસ્થા, આરોગ્ય કર્મચારીની સેન્ટર પર ફરજ વગેરે અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
આ વર્ષે ૨૮ માર્ચથી શરૂ થનાર બોર્ડની પરીક્ષામાં સાબરકાંઠા જિલ્લામાં એસ.એસ.સીના ૩૫ કેન્દ્રો પરથી ૨૬,૯૩૦ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે. જયારે ધોરણ ૧૨ના વિજ્ઞાન પ્રવાહમાં ૨,૬૧૫ પરીક્ષાર્થીઓ ૦૪ કેન્દ્રો પરથી પરીક્ષા આપશે. જયારે સામાન્ય પ્રવાહના ૧૦,૦૮૭ વિઘાર્થીઓ ૩૩૫ બ્લોક પરથી પરીક્ષા આપશે. આ બોર્ડની પરીક્ષાના સુચારૂ આયોજન માટે એસ.એસ.સી.ના હિંમતગનગર અને ઇડર ઝોન બનાવવામાં આવ્યા હોવાની વિગતે ચર્ચા કરવામાં આવી.