Latest

સાબરકાંઠા જિલ્લા પંચાયતના જનપ્રતિનિધિઓની એક દિવસીય કાર્યશિબિર યોજાઇ

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

સાબરકાંઠા જિલ્લામાં ન્યુ સર્કિટ હાઉસ હિંમતનગર ખાતે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ધીરજભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને પી.આર.આઇ અને રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્ર્મ અંતર્ગત એક દિવસીય કાર્ય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.


આ કાર્યશિબિરમાં સાબરકાંઠા જીલ્લા પંચાયત દ્વારા ચૂંટાયેલા જન પ્રતિનિધીઓને રાજ્ય સરકાર દ્વારા અમલી બનાવેલ આરોગ્ય સુવિધાઓ, તમામ આરોગ્યલક્ષી કાર્યક્રમો અને યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. જનપ્રતિનિધીઓ પ્રજાની વચ્ચે રહીને તેમને આરોગ્યલક્ષી સરકારી સેવાઓથી માહિતગાર કરવામાં આવ્યા હતા. આ સાથે ગુજરાતને ટી.બી.( ક્ષય) મુક્ત કરવા માટે એક પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન મારફતે રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમથી  માહિતગાર કરી ગુજરાતને ટી.બી.મૂક્ત ગુજરાત બનાવવાના લક્ષ્ય તરફ લઈ જવા આ જનપ્રતિનિધીઓને આહવાન કરી સરકારની આરોગ્ય સેવાઓનો લાભ જન જન સુધી પહોંચાડવા અને દર્દીઓને સેવાઓનો લાભ સરળતાથી મેળવી શકે તે જોવા વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.


આ કાર્યશિબિરમાં અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.ચારણ, જિલ્લા આરોગ્ય સમિતી ચેરમેન શ્રી શંકરભાઇ તેમજ ચૂંટાયેલા જનપ્રતિનિધી હાજર રહી આ કાર્યશિબિરને સફળ બનાવી હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કુંભમેળાને હરીત કુંભ બનાવવા એક થાળી એક થેલા અભિયાનમાં પાલીતાણાથી 1100 થાળી અને 1100 થેલા મોકલવામાં આવશે

આગામી 13 જાન્યુઆરીથી પ્રયાગરાજ ખાતે કુંભ મેળો શરૂ થનારા છે ત્યારે પાલીતાણાથી એક…

સાવરકુંડલા ગાધકડા તેમજ ગણેશગઢ ગામના ખેડૂતોના પ્રશ્નોનું સુખદ સમાધાન કરાવતા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી કાછડીયા

અધિકારીઓ અને ખેડૂતો વચ્ચે સુમેળ ભર્યું સમાધાન કરાવી વિકાસને વેગ અપાવતા શ્રી જીતુ…

બુલેટ ટ્રેન નિર્માણ સ્થળો ખાતે 100 નુક્કડ નાટકો દ્વારા 13,000 થી વધુ કામદારો માટે સલામતી જાગૃતિ અભિયાનનું આયોજન

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના બાંધકામના સ્થળોએ…

ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્સ્ટ્રીના વાર્ષિક સ્નેહમિલનમાં ઉપસ્થિત રહેતા રાજ્યના મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ ખાતે ગુજરાત ચેમ્બર્સ…

વિહિપ દ્વારા ઉ.ગુજ.ના ચાર જિલ્લામાં આયોજિત સામાજિક સમરસતા યાત્રાનું ભવ્ય સામૈયું કરાયું..

એબીએનએસ પાટણ: સામાજિક સમરસતા યાત્રા પાટણ શહેરના વિવિધ માર્ગો પરથી પ્રસ્થાન પામતા…

1 of 568

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *