કપિલ પટેલ દ્વારા અરવલ્લી
સાબરકાંઠા જિલ્લા સમાહર્તા શ્રી હિતેષ કોયાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરીયાદ સમિતિની બેઠક કલેક્ટર કચેરી, સભાખંડ, હિંમતનગર ખાતે યોજાઈ હતી.
આ સંકલન બેઠકમાં ગામડાઓમાં પીવાના પાણી અંગે નલ સે જલ અભિયાન, પ્રાથમિક શિક્ષણ અર્થે બાળકો માટે વર્ગખંડની વ્યવસ્થા ઉભી કરવા અંગેના પ્રશ્નો, તા. ૨૭ માર્ચે લેવાનારી વન વિભાગની પરીક્ષા અને ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાઓ તા. ૨૮ માર્ચથી શરૂ થનાર હોઇ શાંતીપૂર્ણ માહોલમાં પરીક્ષાઓ લેવાય તે માટે જિલ્લાના અમલીકરણ અધિકારીઓને પરીક્ષા સ્થળોની મુલાકાતની કામગીરી સોંપવા અંગે ચર્ચા તેમજ બેંકો મર્જ થવાથી વિધવા પેન્શન અંગે પડતી મુશ્કેલીઓ સત્વરે ઉકેલ લાવવા સંબંધિત અધિકારીઓને સૂચન કર્યુ હતું. આ બેઠકમાં રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા દિનની ઉજવણી કરી ગ્રાહકોએ ધ્યાને રાખવાની બાબતો અંગે એક ડોક્યુમેંટરી ફિલ્મ પ્રદશિત કરાઇ હતી.
આ સંકલન બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિપેન શાહ, જિલ્લા પોલીસ વડા શ્રી નિરજ બડગુજર, નિવાસી કલેક્ટર શ્રી એચ.આર. મોદી, જિલ્લાશિક્ષણાધિકારી શ્રી વ્યાસ સહિત અન્ય અમલીકરણ અધિકારીઓ અને પ્રાંત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.